સગીર વાહનચાલક પકડાશે તો 2 હજાર રૂ. દંડ, નહીં આપો તો માતાપિતાને 3 વર્ષની સજા

News18 Gujarati
Updated: September 30, 2019, 12:24 PM IST
સગીર વાહનચાલક પકડાશે તો 2 હજાર રૂ. દંડ, નહીં આપો તો માતાપિતાને 3 વર્ષની સજા
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નવા ટ્રાફિક નિયમો લાગૂ કરવાનો સમય 15 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યો છે. પરંતુ ટ્રાફિક પોલીસ વાહન ચાલકોમાં જાગૃત્તિ આવે તે માટે વિવિધ ડ્રાઇવ યોજી રહી છે. ત્યારે 3થી 7 ઓક્ટોબર અંડરએજ વાહન ચાલકો માટે ખાસ ડ્રાઇવ યોજાશે.

વાહનચાલક પાસેથી 2 હજાર રૂ.નો દંડ થશે

જો અંડરએજ વાહનચાલક ઝડપાશે તો તેની પાસેથી 2 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આવા વાહનચાલક કે તેમના માતાપિતા ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણ કરશે તો તેમની સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 199 પ્રમાણે ગુનો નોંધશે. બાળક વિરુદ્ધ જુએનાઈલ જસ્ટિસ એકટ મુજબ કાર્યવાહી પણ થઇ શકે છે. જ્યારે માતા-પિતાને 3 વર્ષની સજા અને ઓછામાં ઓછો 25 હજાર દંડ થશે.

આ પણ વાંચો : રોંગ સાઇડ વાહન ચલાવો છો? તો થઇ શકે છે 3000 રૂ. સુધીનો દંડ, નહીં ભરો તો લાઇસન્સ રદ

માતાપિતાને 3 વર્ષની સજા

જો કોઇ બાળક 18 વર્ષ કરતાં ઓછી ઉમરનું હોય છતાં તેને વાહન ચલાવવા આપવું તે ગુનો બને છે. જેથી એમવી એકટ 199 હેઠળ ત્રણેય વિરુદ્ધ એટલે વાહનચાલક અને માતાપિતા સામે ગુનો નોંધાશે. પોલીસ તેમનું વાહન ડિટેઈન કરશે અને ત્રણેયને જુએનાઈલ કોર્ટમાં રજૂ કરાશે. જેમાં બાળકને શું સજા કરવી તે નિર્ણય જુએનાઈલ જજ નક્કી કરે છે. માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ થઇ શકે છે.આ પણ વાંચો : ટ્રકમાં JCB લઈ જઈ રહ્યો હતો ડ્રાઈવર, અપાયું અત્યાર સુધીનું સૌથી મોટું ચલણ

રોંગ સાઇડ ડ્રાઇવમાં બે દિવસમાં જ 2.70 લાખ રૂ. દંડ વસૂલાયો

નોંધનીય છે કે અમદાવાદના ટ્રાફિક વિભાગ દ્વારા 27થી 30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતાં ટુ વ્હીલર ચાલકો પાસેથી 1500 રૂપિયા અને ફોર વ્હીલર ચાલક પાસેથી 3 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે બે જ દિવસમાં પોલીસે 170 જેટલા કેસ કરી 2.70 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે.
First published: September 30, 2019, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading