જો જો તમે બચીને રહેજો! અમદાવાદના વેપારીને લાગ્યો રૂ. 49 હજારનો ચૂનો

News18 Gujarati
Updated: August 21, 2019, 5:19 PM IST
જો જો તમે બચીને રહેજો! અમદાવાદના વેપારીને લાગ્યો રૂ. 49 હજારનો ચૂનો
ફોટો-વીડિયો બેકઅપ ફોટો અને વીડિયોને ગૂગલ ફોટોઝ એપમાં રાખો. જે તમારા તમામ ફોટો અને વીડિયો ક્લાઉડ પર સેવ કરે છે. ગૂગલ ફોટો એપના સેટિંગમાં જઇને બેકઅપ ઓન કરો. અને ગૂગલ ક્લાઉડમાં તમને 15 જીબી સ્ટોરેજ ફ્રી મળે છે. તે પછી સ્પેસ તમારે ખરીદવી પડે છે.

રવિના બનેવીના પિતા પુલ-ટેબલનો વેપાર કરે છે અને તેમની ઉપર ઓનલાઈન નંબર મેળવી એક ફોન આવ્યો અને જેમાં એક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ સાયબર ક્રાઈમ માત્ર ગુજરાત માટે નહી પરંતુ દેશ માટે હાલ માથાના દુખાવા સમાન છે. રોજ નવા-નવા મોડસ ઓપરેન્ડી સાથે લોકો ભોગ બની રહ્યા છે ત્યારે એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં ગુગલ પેમાં પેમેન્ટ કરવાના બહાને એક વેપારી સાથે છેતરપિંડી થઈ ગઈ. આ મામલે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. રવિ ગજ્જર નામના આ વેપારીને હાલ 49000 રુપિયાનો ચુનો લાગી ગયો છે..આમ તો વેપારી રુપિયા મેળવવા માટે ક્લિક કર્યુ હતું પરંતુ તે ક્લિકે જમાની જગ્યાએ એકાઉન્ટમાંથી રુપિયા કાઢી લીધા અને વેપારી ધંધે લાગી ગયા છે.

રવિ ભાઈનુ કહેવુ છે કે તેમને અજાણ્યા વ્યકિતએ Google Payમાં પેમેન્ટ મોકલ્યા હોવાની વાત જણાવી હતી પરંતુ Google Payમાં પેમેન્ટ આવ્યુ ન હતું જેથી તેમને ફરી ફોન કર્યો અને વાત કરી ત્યારે Google Payમાં તેમને અલગ-અલગ રકમની બે લીંક મોકલી હતી અને જેની ઉપર ક્લિક કરવા જણાવ્યુ હતું અને તે ક્લિક કરતા તેમના ખાતામાં રુપિયા જમા થઈ જશે તેમ કહ્યુ હતું પરંતુ ક્લિક કરતા રુપિયા તો જમા ના થયા પરંતુ તેમાથી રુપિયા જતા રહ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદનાં આ પોશ વિસ્તારમાં છે ગટર ઉભરાવવાનાં પ્રશ્નો, લોકો ભોગવી રહ્યાં છે હાલાકી

વાંત કંઈ એમ છે કે રવિના બનેવીના પિતા પુલ-ટેબલનો વેપાર કરે છે અને તેમની ઉપર ઓનલાઈન નંબર મેળવી એક ફોન આવ્યો અને જેમાં એક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ઓર્ડરના 70 હજાર નક્કી થયા હતા તે પ્રમાણે ઓર્ડર આપનાર વ્યકિતએ ઓનલાઈન Google Pay પર પેમેન્ટ કરવાની વાત કરી હતી.

કમલેશ ભાઈ પાસે Google Pay ન હતું જેથી તેમને રવિનો સપંર્ક કર્યો હતો અને રવિએ પોતાનો મોબાઈલ નંબર આપી Google Pay પર પેમેન્ટ મંગાવ્યુ હતું પરંતુ તે પેમેન્ટ આવ્યુ તો નહી પરંતુ જતુ રહ્યુ અને કુલ 49000 હજારની છેતરપિંડી થઈ ગઈ. નોંધનીય છે કે આ મામલે સાયબર ક્રાઈમનુ કહેવુ છે કે Google Pay પર છેતરપિંડી થવી અશક્ય છે પરંતુ ભોગ બન્નાર સાથે જે ઘટના બની છે તેને લઈ સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.
First published: August 21, 2019, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading