Home /News /madhya-gujarat /

SVPI એરપોર્ટ પર કુરિયર, કાર્ગો અને કન્સાઈનમેન્ટ માટે નવી સુવિધા, IT સિસ્ટમ ઓટોમેશનથી સજ્જ

SVPI એરપોર્ટ પર કુરિયર, કાર્ગો અને કન્સાઈનમેન્ટ માટે નવી સુવિધા, IT સિસ્ટમ ઓટોમેશનથી સજ્જ

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ

Ahmedabad International Airport: એરપોર્ટ પર ઈન્ટરનેશનલ કુરિયર અને એક્સપ્રેસ કાર્ગો કન્સાઈનમેન્ટ હેન્ડલ (Express cargo consignment handle) કરતી સુવિધા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International airport) પર નવી અને અદ્યતન સેવા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ઈન્ટરનેશનલ કુરિયર અને એક્સપ્રેસ કાર્ગો કન્સાઈનમેન્ટ હેન્ડલ (Express cargo consignment handle) કરતી સુવિધા શરૂ કરવામાં આવી છે. નવા કાર્ગો ટર્મિનલની સેવા (Cargo terminal service) શરૂ થવાથી એરપોર્ટ પર થતી આયાત અને નિકાસ તેમજ વેપારને વેગ મળશે. 24 કલાક કાર્યરત નવા કાર્ગો ટર્મિનલ પરથી દરરોજ 100 ટન અને મહિને સરેરાશ 3500 મેટ્રિક ટન માલની આયાત - નિકાસ કરી શકાશે.

આ ટર્મિનલ પરથી કાર્ગોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નજીકથી ચોતરફી દેખરેખ રાખવામાં આવશે. ટર્મીનલ હેન્ડલીંગ સર્વીસ અંતર્ગત સીટી સાઈડ હેન્ડલીંગ, સીક્યુરીટી, સ્ટોરેજ , સુપરવીઝન જેવી તમામ સુવિધાઓને શરૂઆતથી અંત સુધી હેન્ડલ કરવામાં આવશે.એરપોર્ટ પર આંતરમાળખાકીય સુવિધાઓ વધતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગના સેવામાં સુધારો થશે.

નવી ટર્મિનલ સુવિધા અમદાવાદ - મુંબઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય બોન્ડેડ કાર્ગોને જોડતી ટ્રકોના બોન્ડેડ રોડ ફીડર સંબંધિત હેન્ડલિંગની સુવિધા પણ આપશે. જેનાથી 2 એરપોર્ટ વચ્ચે બોન્ડેડ કાર્ગોનું સંપૂર્ણ પારદર્શિતા અને શિપમેન્ટના રીઅલ ટાઇમ ટ્રેકિંગથી સરળતાથી કરી શકાશે.અદ્યતન સુરક્ષા અને હેન્ડલિંગ સાધનો ધરાવતું નવુ ટર્મિનલ IT સિસ્ટમ ઓટોમેશનથી સજ્જ છે.જેમાં તમામ મોડ્યુલ્સ અને કાર્ગો સિસ્ટમ્સને આવરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ સગીરાની એકલાતનો લાભ લઈને નરાધમે આચર્યું દુષ્કર્મ, પેટમાં દુઃખાવો ઉપડતાં પાંચ માસનો ગર્ભવતી નિકળી

નવા ટર્મિનલ પર ફાર્માસ્યુટિકલ્સ તેમજ જલદીથી બગડી જાય તેવી ચીજવસ્તુઓને હેન્ડલ કરવા નવા કાર્ગો ટર્મિનલ પર 15 થી 25 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન ધરાવતા કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહી આ ટર્મિનલ મશીનરી પાર્ટ્સ, કન્સોલ કાર્ગો, રેડીમેડ ગારમેન્ટ્સ , કાપડ, રંગો , રસાયણો, તેમજ અન્ય ચીજવસ્તુઓનું  સંચાલન કરી શકશે.

આ પણ વાંચોઃ-Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

ટૂંક સમયમાં ટર્મિનલ સંકુલમાં ખાસ એરસાઇડ ટ્રાન્સશિપમેન્ટ સુવિધા તેમજ આંતરરાષ્ટ્રીય કુરિયર હેન્ડલિંગ કોરિડોરની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.કસ્ટમ્સ , BCAS અને સિનિયર ઓફિસર્સની હાજરીમાં નવું કાર્ગો ટર્મિનલ કાર્યરત કરાયું છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, અમદાવાદ એરપોર્ટ

આગામી સમાચાર