જેએનયૂ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતર્યા હાફિઝ સઈદ

Parthesh Nair | IBN7
Updated: February 11, 2016, 3:46 PM IST
જેએનયૂ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતર્યા હાફિઝ સઈદ
નવી દિલ્હી# બુદ્ધિજીવીઓનું ગઢ ગણાતી જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી ફરી એક વાર ખોટા કારણોથી વિવાદમાં આવી છે. આરોપ છે કે, મંગળવારે જેએનયૂ માં અમુક નિદ્યાર્થીઓએ સંસદ પર થયેલ હુમલાના દોષિત આતંકી અફઝલ ગુરૂની વર્ષગાંઠની ઉજવણી કરી અને દેશ વિરોધી નારા પણ લગાવ્યા હતા.

  • IBN7
  • Last Updated: February 11, 2016, 3:46 PM IST
  • Share this:
નવી દિલ્હી# બુદ્ધિજીવીઓનું ગઢ ગણાતી જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી ફરી એક વાર ખોટા કારણોથી વિવાદમાં આવી છે. આરોપ છે કે, મંગળવારે જેએનયૂ માં અમુક નિદ્યાર્થીઓએ સંસદ પર થયેલ હુમલાના દોષિત આતંકી અફઝલ ગુરૂની વર્ષગાંઠની ઉજવણી કરી અને દેશ વિરોધી નારા પણ લગાવ્યા હતા.

હાલ, આ ઘટના ના વિરોધમાં આજે એબીવીપી એ જેએનયૂ માં બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ દેશદ્રોહી નારાબાજીનો આ વીડિયો જેએનયૂ નાજ વિદ્યાર્થીઓએ જાહેર કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જેએનયૂ પ્રશાસને આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

twit_1

તો આ તરફ વિદ્યાર્થીઓના વિરોધને ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈદે સમર્થન આપ્યું છે. હાફિઝે વિદ્યાર્થીઓને સમર્થન કરતા ટ્વીટ કરીને કહ્યું છે કે, અમે અમારા પાકિસ્તાની ભાઇઓને વિનંતી કરીયે છે કે, તે #SupportJNU પર ટ્વીટ કરે અને જેએનયૂ ના પાકિસ્તાન સમર્થક ભાઇઓનો સાથ આપશે. આ ઉપરાંત હાફિઝે #PakStandWithJNUને સમર્થન આપવાની અપીલ પણ કરી છે. હાફિઝના આ ટ્વીટ થી એ સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, દેશમાં વાતાવરણ ખરાબ કરવાના આ ષડયંત્રમાં પાકિસ્તાનનો પણ હાથ છે. એટલે કે, જે વાત જ્યાં પહોંચવા જોઇતી હતી, તે ત્યાં પહોંચી ગઇ છે.

જોકે, આ પ્રથમ વાર નથી કે, જ્યારે જેએનયૂ ના વિદ્યાર્થીઓ પર દેશવિરોધી હરકતો કરવાનો આરોપ લાગ્યો છે. હમણા હાલ માંજ જેએનયૂના ડાબેરી વિદ્યાર્થીઓએ પીએમ નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને અભદ્ર નારા લગાવ્યા હતા. 30 જાન્યુઆરીએ ડાબેરી વિદ્યાર્થી સંગઠન આઇસા અને કેવાઇએસના વિદ્યાર્થી હૈદરાબાદ યૂનિ.ના વિદ્યાર્થી રોહિત વેમુલાના મોતને લઇને દિલ્હીમાં આરએસએસ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આ દરમિયાન આ લોકોએ દિલ્હી પોલીસ અને આરએસએસના વિરૂદ્ધ પણ જોરદાર નારાબાજી કરી હતી. એવામાં સવાલ એ ઉભો થાય છે કે, શું વિરોધ પ્રદર્શનનો આ માર્ગ યોગ્ય છે.
First published: February 11, 2016, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading