LRD પેપરલીક: ઉમેદવારો ક્યાંથી બેસી શકશે ST બસમાં?

News18 Gujarati
Updated: January 2, 2019, 7:27 AM IST
LRD પેપરલીક: ઉમેદવારો ક્યાંથી બેસી શકશે ST બસમાં?
LRD પેપર મામલે કોઈના કોઈ નવો વિવાદ બહાર આવ્યા કરે છે

LRD પેપર મામલે કોઈના કોઈ નવો વિવાદ બહાર આવ્યા કરે છે

  • Share this:
LRD પેપર મામલે કોઈના કોઈ નવો વિવાદ બહાર આવ્યા કરે છે. આ પેપર મામલે એવી વાત છે કે પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો પોતાના નિયત સરનામાથી જ બસમાં મફત મુસાફરી કરી શકશે. એટલે કે કોલ લેટરમાં દર્શાવેલ રહેઠાણના સરનામા નજીકના સ્ટેશનથી જ ઉમેદવાર બસમાં મુસાફરી કરી શકશે. ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરીના રોજ LRDની પરીક્ષા છે અને આ ઉમેદવારો માટે સરકારે એસટીમાં મફત પ્રવાસની જાહેરાત કરી છે.

આ પ્રમાણે થશે તો ઘણા ઉમેદવારોને ફટકો પડશે. કારણ કે ઘણા ઉમેદવારો સૌરાષ્ટ્રમાંથી કે ઉત્તર ગુજરાતમાંથી પરીક્ષાની તૈયારી કરવા અમદાવાદ કે ગાંધીનગર આવતા હોય છે. આવા ઉમેદવારોના કોલ લેટરમાં સરનામું ગામડાનું હોય છે તો તેમણે પોતાના ગામે જઈને પરીક્ષા આપવા જવી પડશે? આ મામલે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય એવી પણ વિગત છે કે ઉમેદવાર એસી, વોલ્વો અને સ્લીપર એસીમાં મુસાફરી કરી શકશે નહીં.

STની મુસાફરી દરમિયાન જે તે ઉમેદવારે ટિકિટ લેવાની રહેશે, પરંતુ આ ટિકિટ શૂન્યની હશે. ઉમેદવારોના આવવા જવાનું ભાડું રાજ્ય ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે ST વિભાગ દ્વારા શૂન્યની ટિકિટ આપી મુસાફરી કરાવશે.

આ પણ વાંચો - LRD પેપર લીક: ઉમેદવારો મૂંઝવણમાં, 6 જાન્યુઆરીએ બે પરીક્ષા, કઇ આપવી?

પરીક્ષા આપવા જનારના બસના ભાડાને ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. 5 અને 6 જાન્યુઆરીની મુસાફરીના વિનામૂલ્યે ઓનલાઈન- ઓફલાઈન બુકિંગ અને ડેપોવાઈઝ સમરી રક્ષાશક્તિ યુનિવર્સિટીને મોકલવી પડશે.

ઈબીટીએમમાં કંન્ડક્ટરો 0 (શૂન્ય) ટિકિટ ઈશ્યુ કરવા માટે LRD EXAM ઓપ્શન પસંદ કરીને આપવાની રહેશે. તેના માટે પરીક્ષાર્થીના ઓરિજિનલ ફોટો આઈડી ચેક કરવાના રહેશે. કોલલેટરનો નંબર નાંખી રૂટની વિગતો સાથે ટિકિટ ઈશ્યું કરવાની રહેશે.
First published: January 1, 2019, 9:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading