લાંચ લેવા માટે હવે નવા કોડવર્ડ: પડીકા, કિલોગ્રામ, ફાઈલો જેવા કોડવર્ડનો ઉપયોગ

News18 Gujarati
Updated: August 14, 2019, 8:22 PM IST
લાંચ લેવા માટે હવે નવા કોડવર્ડ: પડીકા, કિલોગ્રામ, ફાઈલો જેવા કોડવર્ડનો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર

લાંચિયા બાબુઓએ લાંચ લેવાની નવી પદ્ધતિઓ અને લાંચ માટે અવનવા કોર્ડવર્ડ નો અપનાવ્યા છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો ટ્રેપ પર ટ્રેપ કરી રહી છે. પણ લાંચિયા બાબુઓ લાંચ લેતા અટકતા જ નથી. ત્યારે લાંચિયા બાબુઓએ લાંચ લેવાની નવી પદ્ધતિઓ અને લાંચ માટે અવનવા કોર્ડવર્ડ નો અપનાવ્યા છે.

એક તરફ સરકાર સરકારી તંત્ર માંથી ભ્રસ્ટાચાર દૂર કરવા માટે એડીચોંટી નું જોર લગાડી રહી છે. ત્યારે ખુદ સરકારી બાબુ જ સરકાર સામે પડી પ્રજા પાસેથી કામ કરવા માટે લાંચ ની માંગણી કરી રહી છે. ACB એ અનેક બાબુઓ ને લાંચ લેતા ઝડપી પડયા છે. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બાબુઓ હવે લાંચ લેવાની પદ્ધતિઓ પણ બદલી છે.

લાંચ માટે જવે સરકારી બાબુઓના નવા પેંતરા જોવા મળી રહ્યા છે. લાંચ લેવા માટે નવી પદ્ધતિઓ અપનાવાઇ રહી છે. જાણીને નવાઈ લાગશે કે લાંચ લેવા માટે હવે બાબુઓ અવનવા કોર્ડવર્ડ નો ઉપયોગ કરે છે. લાંચમાં માત્ર પૈસા જ નહી પણ મોંઘી ચીજ વસ્તુ , કાર , મોબાઈલ સહીત ની માંગણી કરવામાં આવી રહી છે. અમુક લાંચિયા બાબુઓ તો વિદેશમાં ફેમેલી ટ્રીપ પણ માંગે છે. સાથે સાથે પત્ની અને પરિવાર માટે જવેલર્સ ની માંગ પણ થતી હોવાનું એસીબીની અનેક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની ટ્રાફિક ઝુંબેશમાં મહત્વનો ફાળો આપનાર ACP આકાશ પટેલને રાષ્ટ્રપતિ મેડલ

તો ACBની તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે જ્યારે લોકો સાથે લાંચ ની ડીલ થતી હોય ત્યારે લાંચ ની રકમ કેલ્ક્યુલેટર , નોટ બુક કે રફ કાગળ કે પછી વૉટ્સએપ કોલ માં રકમ જણાવતા હોય છે. જેથી એસીબી ના લપેટા માં ન આવી જાય પણ એસીબી પણ એક કદમ આગળ ચાલે છે અને આવા લાંચિયા બાબુ સામે આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરી કેસ કરી ધરપકડ કરતી હોવાનું ગુજરાત એસીબીની મદદનીશ નિયામક ડી પી ચુડાસમા એ જણાવ્યું છે..

જીજે 10, 5 પડીકા એવા કોડવર્ડએસીબી ની તપાસ માં એ પણ સામે આવ્યું છે કે જ્યારે લાંચ લેવા માટે નો છેલ્લો સમય આવી જ્યારે ત્યારે એસીબી ના હાથે ન આવી જાય અને એસીબી ને પુરાવાઓ ન મળી જે એ માટે થી વચેટિયા અને અધિકારી વચ્ચે એક કોર્ડવર્ડ પણ નક્કી કરવા માં આવે છે. જે કોર્ડવર્ડ નો ઉપયોગ ફરિયાદી પાસેથી પૈસા લેવા સમયે ઉપયોગ માં લેવા માં આવે છે.

લાંચ ની જે રકમ નક્કી થઇ હોય તેનો કોર્ડવર્ડ આ રીતનો હોય છે. ધારોકે લાંચની રકમ 10 લાખ તો કોર્ડવર્ડ GJ10 આવી ગયા છે. લાંચની રકમ 05 લાખ તો કોર્ડવર્ડ 5 પડીકા આવી ગયા છે. લાંચની રકમ 01 લાખ તો કોર્ડવર્ડ 1 કિલ્લો ગ્રામ આવી ગયું છે. લાંચની રકમ 03 લાખ તો કોર્ડવર્ડ 3 ફાઇલ આવી ગઈ છે આવા કોડવર્ડ નો ઉપયોગ થાય છે. ત્યારે લાંચિયા બાબુ ભલે ગમે તે પ્રયાસ કરે એસીબી થી બચવા માટે પણ એસીબી થી બચી શકતા નથી.

 
First published: August 14, 2019
વધુ વાંચો
अगली ख़बर