સૂર્યગ્રહણને કારણે આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સાંજે થશે, જાણો માહત્મય


Updated: June 21, 2020, 2:35 PM IST
સૂર્યગ્રહણને કારણે આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સાંજે થશે, જાણો માહત્મય
ગ્રહણને કારણે સવારથી જ  ભગવાનનું મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે .

ગ્રહણને કારણે સવારથી જ  ભગવાનનું મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે .

  • Share this:
અમદાવાદ :  143મી રથયાત્રા પૂર્વે ભગવાનને મોસાળથી લાવવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને આંખ પર પાટા બાંધવામાં આવે છે આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષે નેત્રોત્સવ વિધિ સવારને બદલે સાંજે કરવામાં આવશે. જેનું કારણ છે સૂર્યગ્રહણ. ગ્રહણને કારણે સવારથી જ  ભગવાનનું મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે .

સૂર્યગ્રહણ પત્યા બાદ મંદિરની સાફ સફાઈ કર્યા પછી સાંજે 6 વાગ્યાની આસપાસ મંદિરને ખોલવામાં આવશે. મંદિરમાં ભગવાનને પાટા બાંધ્યા બાદ વિવિધ ફળફળાદિ અર્પણ કરવામાં આવશે.

કેમ કરવામાં આવે છે નેત્રોત્સવ વિધિ ?

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે જે બાદ ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. મોસાળમાં અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગતા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. આ જ કારણસર જ્યારે ભગવાન  મંદિરમાં પ્રવેશે ત્યારે  તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ બાદ મંદિરમાં ધજરોહણ કરવામાં આવે છે. આ વિધિમાં શહેરના મેયર ઉપસ્થિત રહેતા હોય છે.

આ પણ જુઓ - 
આ પણ  વાંચો-  રાજ્યના વાતાવરણમાં પલટો, માંડવીમાં સડા છ ઈંચ જ્યારે રાણાવાવમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો

ધ્વજારોહણ બાદ ભગવાનને વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે. જે બાદ સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે ભક્તો વિના માત્ર મીડિયાના માધ્યમથી ભક્તો જોઇ શકે તે માટે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે અને પરંપરાગત રીતે ધજારોહણ પણ કરવામાં આવશે.
First published: June 21, 2020, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading