અમદાવાદ: નશાની હાલતમાં ભત્રીજાએ કાકીની છેડતી કરી મારા મારી કરી હતી. આ સમયે પિતરાઇ બહેન વચ્ચે પડતા તેને પણ મારી હતી. ચિક્કાર દારૂ પી છાકટા બનેલા ભત્રીજાએ ધમકી આપી હતી કે, અત્યારે તો છેડતી કરી છે હવે મારા ઘરમાં પંચાત કરશો તો જાહેરમાં કપડાં ઉતારી લઇશ. આ મામલે કાકીએ બાપુનગર પોલીસ મથકમાં ભત્રીજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભત્રીજાની શોધખોળ હાથ ધરી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં 42 વર્ષીય મહિલાના પતિ હોમગાર્ડમાં નોકરી કરે છે. થોડા દિવસો પહેલાં જ તેમના પતિ વતન ઉત્તર પ્રદેશ ગયા છે. મહિલાની પાડોશમાં જ તેમના જેઠ તેમના દિકરા અને પરિવાર સાથે રહે છે. જેઠનો પુત્ર રોજ દારૂ પી કાકીને ગાળો બોલી ધમકી આપતો હતો. ગઇકાલે આ મહિલા પોતાની દિકરી તથા ભાઇ સાથે ઘરે બેઠા હતા. ત્યારે તેમના જમાઇ પણ તેમને મળવા આવ્યા હતા. આ દરમિયાન તેમનો ભત્રીજો ચિક્કાર દારૂ પીને ત્યાં આવ્યો હતો અને તેની પત્નીને ગાળો બોલી રહ્યો હતો. જેથી ભત્રીજાના મોટો ભાઇએ ગાળો ન બોલવા કહ્યું હતુ.
અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, પોલીસ બેડામાં ચકચાર
જો કે, દારૂના નશામાં ધૂત આ ભત્રીજાએ ગાળો બોલી ઝપાઝપી કરી માર મારવા લાગ્યો હતો. આ સમયે આસપાસના લોકો એકત્ર થતા ભત્રીજો ત્યાંથી પોતાનું વાહન લઇ નિકળ્યો હતો. ત્યારે રસ્તામાં કાકીને તેમની દિકરી સાથે બેઠેલા જોયા હતા. તેમને જોઇ તે ઉભો રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તમારી દિકરી જ ઘરમાં ઝઘડા કરાવે છે. ત્યારબાદ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝપાઝપી કરી નશાની હાલતમાં કાકીની જ છેડતી કરવા લાગ્યો હતો. તે સમયે અન્ય લોકો ત્યાં આવતા તેને છોડાવ્યો હતો. જો કે, ત્યારે પણ તેને કાકીને લાતો મારી હતી. આ સમયે ઝપાઝપી થતા નશાની હાલતમાં હોવાથી ભત્રીજો પણ નીચે પડી ગયો હતો. તેણે કહ્યું હતું કે, અત્યારે તો છેડતી કરી છે હવે મારા ઘરમાં તમારી દિકરી પંચાત કરશે તો જાહેરમાં તારા કપડાં ઉતારી કાઢીશ.
'મારા પતિની સ્થિતિ સારી નહીં છતા સંબધ બાંધવા દબાણ કરે છે', ડોક્ટર પતિ વિરુદ્ધ ફરિયાદ
આ સમયે ઉભા થઇ ભત્રીજાએ પિતરાઈ બહેનને પણ લાફા ઝીંકી દીધા હતા. આ મામલે પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલે મહિલાએ ભત્રીજા સામે મારા મારી છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.