અમદાવાદ: અમદાવાદમા (Ahmedabad) હેવાનીયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. પરીણિતા (Married woman) સાથે સામુહિક દુષ્કર્મ (Gang Rape) આચરીને (Murder) હત્યા કરી નખાઈ. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રિક્ષામા આવેલા નરાધમોએ મહિલાને રિક્ષામા બેસાડીને ડ્રગ્સ (Drugs)પીવડાવીને પહેલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર ફેરવી અને બાદમાં આરોપીએ તેના ઘરે સાગરીતો સાથે મળી સામૃહિક દુષ્કર્મ આચર્યુ હતું. અમદાવાદની આ ઘટનાથી મહિલા સુરક્ષાને લઈને ફરી સવાલ ઉઠયા છે. જોકે ચર્ચા એ પણ છે કે ઘટનાથી સ્થાનિક દાણીલીમડા પોલીસ અજાણ હતી પણ ક્રાઇમ બ્રાન્ચ એક આરોપી સુધી પહોંચી અને હત્યાના બનાવ પરથી પરદો ઉચકતા આખરે સ્થાનિક પોલીસે બનાવમાં ઝમ્પલાવ્યું અને તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ મહિલા માટે સુરક્ષિત છે કે નહીં તે સવાલ ઉપસ્થિત થાય છે કારણકે દિન દહાડે પરણિતાને રિક્ષામા લઈ જઈને ત્રણ લોકોએ ગેંગ રેપ ગુજાર્યો હતો. ત્રણ યુવકોએ અલ્પરાઝોલમ દવા ડ્રગ્સ પીવડાવીને સામૃહિક દુષ્કર્મ આચરતા હેવાનોની યાતના સહન નહિ થતા મહિલાનુ મોત નીપજ્યું હતું.
પોલીસે દુષ્કર્મ અને હત્યાના ગુનામા આરોપીની કરી ધરપકડ તો કરી પણ ડ્રગ્સ મામલે હજુય પોલીસ અંધારા માં છે અને પ્રતિબંધિત ડ્રગ્સ (દવાઓ) ક્યાંથી લવાઈ તેની ઊંડાણપૂર્વક તપાસ બાકી છે. તસ્વીર માં જોવા મળતા આ હેવાનોએ બે સંતાનની માતા સાથે સામૃહિક દુષકર્મ આચરીને તેની હત્યા કરી દીધી.
આ ઘટનાથી અમદાવાદમા મહિલા સુરક્ષિત છે કે નહીં તે સવાલ ઉઠયા છે. બુરખામા છુપાયેલા આ હેવાનોમા રાજુ સોલંકી, ઈમરાન અને સકીલ નામના આ ત્રણેય આરોપીએ ચંડોળા તળાવ નજીક પરણિતાને રિક્ષામા મુસાફર તરીકે બેસાડી હતી. ત્યાર બાદ તેને ડ્રગ્સ પીવડાવીને દાણીલીમડામા એક મકાનમા રાખીને ત્રણેય સામૃહિક દુષ્કર્મ આચર્યુ હતુ.
આ હેવાનોએ મહિલાના મોઢામા રૂમાલ રાખીને તેની સાથે ગેંગ રેપ કર્યો હતો. પરંતુ આ હેવાનિયતની યાતના સહન નહિ થતા મહિલાનુ મોત નિપજયુ હતું. જયારે આરોપી મહિલાને અર્ધનગ્ન હાલતમા મુકીને ફરાર થઈ ગયા હતા.
ઘટના બાબતે સ્થાનિક પોલીસ અજાણ હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ઘટના પરથી પરદો ઊચક્યો ને આરોપી પકડતા સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૃતક મહિલા મૂળ નેપાળની છે .તેના પતિ અને બે બાળકો સાથે તે દાણીલીમડા વિસ્તારમાં રહેતી હતી. આ પતિ-પત્ની મજૂરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. પરણિતા પોતાના બે સંતાન પાડોશીને આપીને ઘરેથી નીકળી ત્યારે આ ત્રણેય હેવાનો રિક્ષા લઈને આવ્યા હતા. આ હેવાનો માનસિક વિકૃત છે.
આરોપી રાજુ સોલંકીના ઘરે મહિલાને લઈ ગયા અને મેડીકલ શોપમાંથી ડ્ર્ગ્સ લાવ્યા અને મહિલાને ખવડાવ્યુ હતું. નશામા આવેલી મહિલાને નિર્વસ્ત્ર કરીને વારા ફરતી રાજુ, ઇમરાન અને શકીલે બળાત્કાર ગુજારતા રહ્યા હતાં.તે સમયે એક આરોપી મહિલાના શરીરને પિંખતો હતો ત્યારે બીજો આરોપી મોબાઈલમાં વીડિયો બનાવતો હતો.
" isDesktop="true" id="1089720" >
આખી રાત ડ્રગ્સના નશામાં મહિલા પર આ લોકોએ બળાત્કાર ગુજાર્યો. મહિલાએ બચાવવા માટે ચીસ પાડી તો તેના મોઢામાં ડૂચો મારીને પણ આ હેવાન તેની સાથે દુષ્કર્મ આચરતા રહયા હતા. આ યાતના સહન નહિ થતા મહિલાનુ દમ ઘુટવાથી મોત નિપજયુ હતું.
આ ઘટનાના બીજા દિવસે આરોપી રાજુ સોલંકીને ક્રાઈમ બ્રાંચે પકડ્યો અને પોતાનો ગુનો કબુલ્યો હતો. દારૂનો ધંધો કરનાર આરોપી રાજુ સોલંકી અનેક વખત પોલીસના હાથે ઝડપાયો છે. જયારે તે ક્રાઈમ બ્રાંચનો બાતમીદાર હોવાથી પોતાનો ગુનો કબૂલ કરવા પહોચ્યો હોવાનું પણ સામે આવ્યું છે. દાણીલીમડામાં ગેંગ રેપ અને હત્યાની ઘટનાથી મહિલા સુરક્ષિત છે તે સવાલ ઉભો કર્યો છે.
આ હેવાનોની હેવાનીયતમા નાના બે બાળકોએ માતાની મમતા ગુમાવી છે. હાલમા દાણીલમડા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળેથી મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. આ ઉપરાંત દુષ્કર્મનો વિડીયો મોબાઈલમા બનાવ્યો હોવાથી એફએસએલની મદદ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. બીજીતરફ નશીલી દવાઓ આપનાર દુકાનદારની પૂછપરછ કરી તેની સામે પણ બનતી કાર્યવાહી કરવામાં આવશે.
નશાનું હબ બન્યું દાણીલીમડા?
તાજેતરમાં જ દાણીલીમડામાંથી શિરપ નો જથ્થો પકડાયો હતો. જે સીરપ ગેરકાયદે લાવી છૂટક વેચાણ કરવામાં આવતી હતી. દાણીલીમડા પાસેથી નારોલ માંથી ગાંજા નો અધધ જથ્થો પણ પકડાયો હતો. આ સીરપ નો જથ્થો પકડાયો તેનો ઉપયોગ નશો કરવા માટે વપરાતો હતો.
ત્યારે ગેંગરેપ કરનાર આરોપીઓ નશીલી ગોળીઓ કે જે ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે કેવી રીતે લાવ્યા? કોઈ પ્રિસ્ક્રીપશન હતું કે કેમ અને દુકાનદારે કાયદેસર આ દવાઓ આપી હતી કે કેમ તે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. પોલીસે માત્ર દુકાનદાર ની પૂછપરછ કરાશે તેવી વાત કરી સંતોષ માન્યો છે પણ હકીકત જાણી આ વિસ્તારમાંથી નશાની બદી દૂર કરવામાં પોલીસ ખરી ઉતરશે કે કેમ તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.