Home /News /madhya-gujarat /અમદાવાદ: 'તું મને બહુ ગમે છે' કહીને યુવકે ઘરે એકલી રહેલી યુવતીને બાથમાં લઈ લીધી અને...

અમદાવાદ: 'તું મને બહુ ગમે છે' કહીને યુવકે ઘરે એકલી રહેલી યુવતીને બાથમાં લઈ લીધી અને...

ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Ahmedabad news: યુવતી ઘરે એકલી હતી ત્યારે તેની પાડોશમાં રહેતો વ્યક્તિ આવી ગયો હતો અને હાથ પકડી 'તું મને બહુ ગમે છે' તેવી વાતો કરવા લાગ્યો હતો.

અમદાવાદ: એકતરફી પ્રેમમાં પાડોશીએ યુવતી સાથે ખરાબ વર્તન (Eve teasing) કર્યું હોવાની ઘટના સામે આવી છે. ખોખરા (Khokhra)માં રહેતી યુવતી ઘરે એકલી હતી ત્યારે તેની પાડોશમાં રહેતો વ્યક્તિ આવી ગયો હતો અને હાથ પકડી 'તું મને બહુ ગમે છે' તેવી વાતો કરવા લાગ્યો હતો. હજુ તો યુવતી કંઈ સમજે તે પહેલા જ આ શખ્સે તેને બાથમાં લઈને ગાલ પર ચુંબન (Kiss) કર્યું હતું. યુવતી ગભરાઈ ગઈ હોવાથી તેમેજ શખ્સે કોઈને કહેવાની મનાઈ કરી હોવાથી કોઈને આ અંગે વાત કરી ન હતી. આખરે યુવતીએ આ અંગે ખોખરા પોલીસ (Khokhra police station)માં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં યુવતીઓની સલામતી પર પ્રશ્ન ઊભો કરે તેવા અનેક બનાવો છેલ્લા ઘણા સમયથી બની રહ્યા છે. શહેરમાં છેડતી, બળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની રહી છે. હવે આ કેસમાં પોલીસ આરોપીને પકડીને યુવતીને ન્યાય અપાવે છે કે કેમ તે સવાલ છે.

બનાવની વિગત જોઈએ તો ખોખરામાં રહેતી 22 વર્ષીય યુવતી તેના માતાપિતા અને ભાઈ સાથે રહે છે. તેની પાડોશમાં ભરત નામનો વ્યક્તિ રહે છે. ભરત અવારનવાર આ યુવતીને પરેશાન (Harassment) કરતો હતો. ત્રણેક દિવસ પહેલા યુવતીના માતાપિતા કામે ગયા હતા ત્યારે ભરત યુવતીના ઘરે આવી ગયો હતો અને "તું મને બહુ ગમે છે" કહી હાથ પકડી યુવતીને બાથમાં લઇને ચુંબન કરવા લાગ્યો હતો.

યુવતી ડરીને ભરતને ધક્કો મારી દીધો હતો. બાદમાં ભરતે ધમકી આપી કે, આ વાત કોઈને કહેતી નહીં. ભરતની ધમકીથી ડરી ગયેલી યુવતીએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. જોકે, બાદમાં યુવતીના દિમાગમાં સતત આ બનાવ આવતા તેણીએ તેની માતાને સમગ્ર બાબતની જાણ કરી હતી. આ મામલે માતાના કહેવાથી યુવતીએ ભરત સામે છેડતીની ફરિયાદ નોધાવી છે. આ મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ-2:  'સાહેબ, હું જ્યાં સુધી રડું નહીં ત્યાં સુધી પતિ શારીરિક સંબંધ બાંધે છે,'

શહેરમાં રહેતી અને બે બાળકોની માતાએ સાસરિયાઓ સામે ફરિયાદ (Woman files complaint against in-laws)નોંધાવી છે. મહિલાના સાસરિયાઓ વૉચમેનની છોકરી હોવાનું કહી તેને દહેજ (Dowry) લાવવા દબાણ કરતા હતા. તેનો પતિ તેની સાથે ખરાબ વર્તન કરી શારીરિક સંબંધ (Physical relation) બાંધતો અને જ્યાં સુધી યુવતી રડે નહિ ત્યાં સુધી તેવું કર્યા કરતો હતો. મહિલાની નણંદ અને નણદોઈ વચ્ચે ઝઘડો થતા તેનો પતિ નણદોઈ સામે બળાત્કારની ફરિયાદ (Rape complaint) કરાવવા માટે કહેતો હતો. સમગ્ર બાબતે મહિલાએ ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.  (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Kiss, Love, Lover, અમદાવાદ, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन