લો બોલો! અમદાવાદઃ પતંગ કપાઈ જતા પડોશીઓ બાખડ્યા, નણંદને ગાલ ઉપર માર્યું ચપ્પલ, મામલો પોલીસ પાસે પહોંચ્યો

લો બોલો! અમદાવાદઃ પતંગ કપાઈ જતા પડોશીઓ બાખડ્યા, નણંદને ગાલ ઉપર માર્યું ચપ્પલ, મામલો પોલીસ પાસે પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

તેમના નણંદ અને ફઇજી બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યા હતા. ત્યારે ઉત્તરાયણના દિવસે તેમના ધાબે બાળકો પતંગ ચગાવતા હતા ત્યારે બોલાચાલીનો અવાજ આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ: ઉત્તરાયણમાં (Uttaryana 2021) પતંગ ચગાવવા (kite flying) બાબતે કે કાપવા બાબતે પાડોશીઓ (fight between Neighbors) વચ્ચે બબાલ થતી હોવાના દર વર્ષે એકાદ કિસ્સા તો આવતા જ હોય છે. આ વર્ષે પણ નરોડામાં આવી ઘટના બની હતી. જેમાં બાળકોએ પાડોશી નો પતંગ કાપતા તે બાબતે બબાલ થઈ અને બાદમાં મારામારી થઈ હતી. જેથી બને પક્ષના લોકોએ સામસામી ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે (Naroda police) તપાસ હાથ ધરી છે.

નરોડામાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા પ્રીતિબહેન રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે. તેમના નણંદ અને ફઇજી બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યા હતા. ત્યારે ઉત્તરાયણના દિવસે તેમના ધાબે બાળકો પતંગ ચગાવતા હતા ત્યારે બોલાચાલીનો અવાજ આવ્યો હતો.જેથી જઈને તપાસ કરી તો સામેના ધાબા વાળા સાથે પતંગ કાપવા બાબતે પ્રીતિબહેનના બાળકો અને ભાણેજને સામે વાળાઓએ ખખડાવ્યા હતા. અને પતંગ ન કાપવા ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચોઃ-

જેથી પ્રીતિબહેન તેમના બાળકોને લઈને નીચે આવી ગયા હતા. ત્યારે પાડોશી કૃણાલ, દશરથ, ભીખાભાઇ અને ભાવિક ધાબેથી સીડી વાટે પ્રિતી બહેનના ઘરે આવી બોલાચાલી કરી પ્રીતિબહેનના નણંદને ચપ્પલથી ગાલ પર મારી દીધું હતું. જેથી પ્રીતિબહેને આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.જ્યારે પાડોશી ભીખા ભાઈએ પણ આ પ્રકારના આક્ષેપ કરી સામે વાળા પક્ષના લોકોએ બબાલ કરી મારામારી કરી હોવાના આક્ષેપ મુજબ દિનેશભાઇ, ઘનશ્યામ ભાઈ અને પિન્કીબહેન સામે નરોડામાં ફરિયાદ નોંધાવી હતી.
Published by:ankit patel
First published:January 14, 2021, 23:40 pm