અમદાવાદઃ બે બાળકી સામે પડોશી યુવકે નગ્ન થઈને કર્યાં ગંદા ઈશારા, પછી થઈ જોવા જેવી
અમદાવાદઃ બે બાળકી સામે પડોશી યુવકે નગ્ન થઈને કર્યાં ગંદા ઈશારા, પછી થઈ જોવા જેવી
એરપોર્ટ પોલીસ સ્ટેશન
Ahmedabad Crime News: અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં (Airport police station) એક માહિલએ ફરિયાદ દાખલ કરી છે કે આરોપીએ નાગો થઈ ને તેમની બાળકીઓ સામે ગંદા ઈશારા કરી રહ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદના એક વિકૃત (Ahmedabad news) વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેમાં આરોપીએ દરિંદગીની હદ પાર કરી નાખી. અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં (Airport police station) એક માહિલએ ફરિયાદ દાખલ કરી છે કે આરોપીએ નાગો થઈ ને તેમની બાળકીઓ સામે ગંદા ઈશારા કરી રહ્યો હતો અને જે મામલે તે આરોપીને (accused) બોલવા ગઈ તે સમય તેને બબાલ શરૂ કરી દીધી હતી.
ઘટનાની વિગત વાર વાત કરીએ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક ફરિયાદી રમીલા (નામ બદલ્યું છે) જે પોતાના 2 બાળકીઓને પતિ સાથે રહે છે અને આજે તેમના પતિ કામ માટે બહાર ગયા હતા.
તે સમય આરોપી જે તેમના પડોશમાં રહે તે ચંદુ તેના મકાનના ઓસરીમાં નાગો થઈ ગયો અને ફરિયાદીને બન્ને નાની દીકરીઓ બહાર રમી રહી હતી તે સમય આરોપી નાગો થઈને બન્ને બાળકીઓ સામે ગંદા ઈશારો કરી રહ્યો હતો.
આ ઘટના જોતા ફરિયાદી તેને ઠપકો આપતા હતા ત્યારે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો અને ફરિયાદીને જેમ તેમ ગાળો બોલવા લાગેલ. બબાલ વધી જવાથી બુમાબુમ થવા લાગેલ અને તેમના પડોશમાં રહેતા એક મહિલા ત્યાં આવી ગયા અને પોલીસ કન્ટ્રોલને ફોન કરતા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસે આરોપી સામે ipc 509,294(બી) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે..મહત્વ નું છે કે આનંદનગર માં પણ આવીજ એક ઘટના માં આરોપીએ યુવતી ને અડપલાં કરેલ અને તેમાં પણ ગુનો દાખલ થયેલો હતો.
જોકે આવીજ રીતે થોડા દિવસો પેહલા મેઘાણીનગર વિસ્તારમાં એક આરોપી નાગો થઈ ને યુવતી ના ઘરે જઈ બબાલ કરેલ અને જેમાં પણ પોલીસે આરોપી ને કાયદા નો પાઠ ભણાવેલ જેથી આવા લોકો સામે કડક કાર્યવાહી ની જરૂર છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર