અમદાવાદ: શહેરમાં (Ahmedabad) વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. એક યુવતી ઘરે એકલી હતી ત્યારે પાડોશી યુવક ઘરે આવી ગયો હતો. યુવતીએ ઘરે કોઈ નથી તું જતો રહે તેમ કહેતા યુવકે કહ્યું કે, માં બાપ નથી તો મને શું વાંધો હોય તેમ કહી યુવતીના કપડાં ઊંચા કરવા લાગ્યો અને છેડતી (girl harassment in Ahmedabad) કરવા લાગ્યો હતો. યુવતીએ બુમાબૂમ કરતા તે ભાગી ગયો અને આસપાસ ના લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરાઈ હતી. જે મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મેઘાણી નગરમાં રહેતી 19 વર્ષીય યુવતી તેના માતા પિતા ભાઈ સાથે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. તેની પાડોશમાં રહેતા એક યુવક સાથે તે મિત્ર સાથે વાતચીત કરી સંબંધ રાખતી હતી. એક દિવસ સાંજે આ યુવતી ઘરે એકલી હતી. પિતા ધંધે ગયા હતા, ભાઈ બહાર ફરવા ગયો હતો અને માતા સત્સંગમાં ગયા હતા. ત્યારે આ યુવક ત્યાં આવ્યો અને દરવાજો ખખડાવતો હતો. બાદમાં યુવતીએ દરવાજો ખોલતા યુવક ઘરમાં ઘુસી આવ્યો તો યુવતીએ કહ્યું કે, ઘરમાં કોઈ નથી તું અહીંથી જતો રહે.
ત્યારે યુવકે આ યુવતીને કહ્યું કે, તારા માં બાપ નથી તો મને શું વાંધો છે? કહીને વાતો કરવા લાગ્યો હતો. અચાનક જ યુવતીને બાહોપાશમાં જકડી આ યુવકે યુવતીના કપડા ઉંચા કરવા લાગ્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા યુવક ગભરાઈ ગયો અમે આસપાસના લોકો ભેગા થઈ જતા આ યુવક ત્યાંથી રસોડામાંથી કૂદીને ભાગી ગયો હતો.
યુવતીએ પોલીસને જાણ કરતા મેઘાણી નગર પોલીસ ત્યાં પહોંચી અને આ મામલે યુવક સામે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર