અમદાવાદ : પાડોશી પિતા-પુત્રોએ પરિણીત મહિલાની કરી હત્યા, માસૂમ બાળકીએ માનો ખોળો ગુમાવ્યો


Updated: September 15, 2020, 5:50 PM IST
અમદાવાદ : પાડોશી પિતા-પુત્રોએ પરિણીત મહિલાની કરી હત્યા, માસૂમ બાળકીએ માનો ખોળો ગુમાવ્યો
મૃતક હર્ષિદાબહેનને એક નાનકડી બાળકી સંતાનમાં હતી જેણે આ ઘટનામાં માતાની છાયા ગુમાવી છે.

મૃતક મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચી, આરોપી હોમગાર્ડમાં છે જે તેના પુત્રો સાથે ફરાર, અગાઉ પણ કર્યો હતો હુમલો

  • Share this:
અમદાવાદના શાહીબાગ (Shahibaug Ahmadabad) વિસ્તારમાં આવેલ ગણપત સોસાયટીમાં હત્યા (Murder of married woman) અને હત્યા ની કોશિશનો બનાવ બનતા પોલીસ (Ahmadabad Police) દોડતી થઈ ગઈ અને ક્રાઈમ બ્રાન્ચ પણ દોડી આવી હતી.આ બનાવ માં પાડોશીજ આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. સોસાયટીમાં રહેતા દિપક ભાઈ રાઠોડ અને તેમના પત્ની હરસીદા ઉપર પડોશ માં રહેતા મનોજ અને તેના 2 પુત્રો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આરોપી મનોજ હોમગાર્ડ માં છે અને છેલ્લા ઘણા સમયથી દિપક ભાઈ ને હેરાન કરી રહ્યાં હતાં.આ હુમલા માં દિપક ભાઈને ગંભીર ઇજાઓ થઈ છે ત્યારે તેમની પત્નીનું મોત થયું છે.

દિપક ભાઈ છૂટક કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં અને તેમની 2 વર્ષ ની એક નાની દીકરી પણ છે.દિપક ભાઈ ની માતા નું કેહવું છે કે આરોપીઓ ઘટના ને અંજામ આપ્યા બાદ પણ ધમકી આપી ગયા છે.આરોપીઓ હત્યા કર્યા બાદ ધમકી આપી કે ફરી આવશે અને હુમલો કરશે.ત્યારે દિપક ભાઈ ના કાકા નું કેહવું છે કે ડિસેમ્બર 2019 માં પણ આરોપીઓ હુમલો કર્યા હતોઅને જેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  સુરત : 'પિયરમાંથી 2 દિવસમાં 50 લાખ રૂપિયા નહીં લાવે તો કેરોસીન છાંટી સળગાવી દઈશ'

હાલ પોલીસ ફરાર આરોપીઓ ને શોધવા ટિમો બનાવી છે.જોકે મામલો ગંભીર હોવા થી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ દોડી આવી હતી અને માહિતી લઈ રહી હતી.ત્યારે આ સમગ્ર મામલે હકીકત શુ છે અને હત્યા કેમ કરવામાં આવ્યું છે તે માટે પોલીસ પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :    સુરત : પ્રેમિકાને પામવા વતન છોડી આવેલા પ્રેમી મોત મળ્યું, પ્રેમિકાને થઈ ગયો હતો બીજા યુવક સાથે પ્રેમઆમ અમદાવાદ શહેરમાં ખૂની ખેલની રક્તરંજિત કહાની લખાઈ છે. શહેરમાં લુખ્ખા તત્વોને જાણે કે પોલીસની બીક જ નહીં રહી હોય તેમ બેફામ બનીને હત્યા, મારામારી, લૂંટ ખૂન જેવા અપરાધોને અંજામ આપી રહ્યા છે. રાજ્યના સૌથી મોટા શહેરમાં એકદંરે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુરતની સરખામણીએ સ્થિર છે છતાં આવા ખૂની ખેલથી ચકચાર મચી જવા પામી છે.
Published by: Jay Mishra
First published: September 15, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading