Home /News /madhya-gujarat /

અમદાવાદની શરમજનક ઘટના! મહિલાની સામે પાડોશી યુવકે કરી ગંદી હરકત, મહિલા શરમથી થઈ પાણી-પાણી

અમદાવાદની શરમજનક ઘટના! મહિલાની સામે પાડોશી યુવકે કરી ગંદી હરકત, મહિલા શરમથી થઈ પાણી-પાણી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: શહેરના કૃષ્ણ નગર વિસ્તારમાં પાડોશી યુવકે મહિલા સામે બીભત્સ ઈશારા કરીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદઃ એક તરફ રાજ્યમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મહિલા સાથેના અત્યાચારના (woman harassment) અનેક બનાવો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. દુષ્કર્મ અને છેડતીના (rape and molestation)અનેક બનાવો પ્રકાશ માં આવ્યા બાદ પણ હજી કેટલાક નરાધમો એવા છે કે જેઓ જાણે કે સુધારવાનું નામના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

શહેરના કૃષ્ણ નગર વિસ્તારમાં પાડોશી યુવક એ મહિલા સામે બીભત્સ ઈશારા કરીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા આ બાબતે યુવકને કહેવા જતા તે ઉશ્કેરાઇ ગયો અને મહિલાને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે આજે સાંજે તે ઘરે ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન પડોશમાં રહેતો યુવક તેની સામે જોઈને પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કરવા લાગ્યા હતો.

જેથી મહિલા આ યુવકને આ બાબતે કહેવા જતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાને બિભત્સ ગાળો આપીને હાથ ખેંચીને લઈ જવા લાગ્યો હતો. જે કે મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને મહિલાને છોડાવી હતી. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ મામલે મહિલાની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું મારા દીકરાને લાયક નથી, મારા ઘરમાંથી બહાર નીકળી જા.. નહિ તો..

અન્ય એક ઘટના અંગે વાત કરીએ તો  પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતા (Married woman) પાસે દહેજ પેટે (Dowry) રૂપિયા 10 લાખની માંગણી કરી. મારા દીકરાને તો વિદેશમાં નોકરી છે, તારા પિતાએ સ્ટેટસ પ્રમાણે દહેજ આપેલ નથી તેમ કહીને સાસરિયાંએ શારીરિક અને માનસિક ત્રાસ (woman haressment) આપતા. એટલું જ નહિ તું મારા દીકરાને લાયક નથી, મારા ઘર માંથી બહાર નીકળી જા. નહિ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે પરિણીતાએ પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરાવી છે.

આ પણ વાંચોઃ-રાજકોટની શરમજનક ઘટના! 21 વર્ષની અપંગ સાવકી દીકરી સાથે સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ

વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2008માં સમાજના રિતી રિવાજ મુજબ થાય હતા. લગ્નના સાતેક મહિના સુધી પરિણીતાના સાસરીયાઓએ તેને સારી રીતે રાખેલ હતી. જોકે બાદમાં તેના પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતાને પિયરમાંથી દહેજ પેટે રૂપિયા 10 લાખ લઈ આવવા માટે દબાણ કરવામાં આવતું હતું.

જોકે પરિણીતા એ આટલી રૂપિયા લઈ આવવાની ના પડતા જ તેના પતિ એ તેને લાફો મારી બીભત્સ ગાળો બોલી હતી. અને તેના સાસુ સસરા તારો બાપ આમ પણ ભિખારી છે, મારો દીકરો વિદેશમાં નોકરી કરે છે છતાં તેના સ્ટેટસ પ્રમાણે દહેજ આપેલ નથી તેમ કહીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર