'હવે તો JEE અને NEETની પરીક્ષા લઈ લો', ગુજરાતના વાલીઓ સુપ્રીમ કોર્ટના શરણે


Updated: August 10, 2020, 6:36 PM IST
'હવે તો JEE અને NEETની પરીક્ષા લઈ લો', ગુજરાતના વાલીઓ સુપ્રીમ કોર્ટના શરણે
પ્રેસકોન્ફરન્સની તસવીર

JEE અને NEET બે વાર મોકૂફ રહી ચૂકી છે ત્યારે હવે આ પરીક્ષાપાછી ના ઠેલાય તેવું ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઇચ્છી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: વધતા જતા કોરોનાના (coronaviurs) સંક્રમણના કારણે JEE અને NEET બે વાર મોકૂફ રહી ચૂકી છે ત્યારે હવે આ પરીક્ષા (exam) પાછી ના ઠેલાય તેવું ગુજરાતના વિદ્યાર્થીઓ (Gujarat students) અને વાલીઓ ઇચ્છી રહ્યા છે. જેને લઈ હવે ફરી એકવાર પરીક્ષા પાછી ન ઠેલાય તે માટે વાલીઓએ સુપ્રીમ કોર્ટનું (Supreme Court) શરણું લીધું છે.

મેડિકલ અને એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે પરીક્ષા યોજાય છે. આગામી 1થી 6 સપ્ટેમ્બરના રોજ JEE અને 13 સપ્ટેમ્બરના રોજ NEETની પરીક્ષા યોજાવાની છે. ગત મેં માસથી આ પ્રવેશ પરીક્ષા બે વાર મોકૂફ રહી છે. નવી તારીખ જાહેર થયા બાદ હવે વાલીઓ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ને લઈને ચિંતા છે. જેને લઈને હવે પરીક્ષા પાછી ન ઠેલાય તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ગુજરાત પેરન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડો. પાર્થિવ શાહ જણાવે છે કે પહેલા 3 માર્ચે NEET લેવવાની હતી પણ કોરીનાના લીધે તે પરીક્ષા 26 જુલાઈ કરવામાં આવી પણ વધુ કેસ આવતા તે તારીખ 13 સપ્ટેમ્બર કરવામાં આવી. દેશભરમાંથી 26 લાખ જેટલા વિદ્યાર્થીઓ JEE અને NEET પરીક્ષા આપે છે. જેમાં 10 લાખ વિદ્યાર્થીઓ JEE અને 16 લાખ વિદ્યાર્થીઓ NEET આપે છે.

ગુજરાતમાં પણ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ JEE અને 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપે છે. MCIની ગાઈડ લાઈન પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધીમાં એડમીશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડે પણ કોરોના ના કારણે પરીક્ષા પાછી ઠેલાઈ રહી છે. સૌ વાલીઓ ને ડર છે કે હવે પરીક્ષામાં મોડું થશે તો જાન્યુઆરી 2021માં શૈક્ષણિક સત્ર શરૂ થશે.

આ પણ વાંચોઃ-કોરોના લોકડાઉનમાં છૂટી ગયો અભ્યાસ, પરિવારનું પેટ ભરવા માટે ધો.12નો વિદ્યાર્થી ખોદે છે કૂવા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 19 વર્ષનો નામચીન 'ઈમલા' ઝડપાયો, અમદાવાદમાં 15 દિવસમાં ચોરી-લૂંટના 17 ગુનાઓ આચર્યાવિદ્યાર્થીઓ છેલ્લાં 3 વર્ષથી મેહનત કરી રહ્યા છે અને છેલ્લા 5 મહિનાથી તે મહેનત વધારી દીધી છે વિદ્યાર્થીઓ ને સારી એન્જીયરીગ કોલેજ અને સારી મેડિકલ કોલેજ માં એડમીશન મેળવવાનું સપનુ છે. ત્યારે પરીક્ષા પાછી ન ઠેલાવવાવી જોઈએ.

આ પણ વાંચોઃ-જેઠે ખેલ્યો ખૂની ખેલ! દેહ વ્યાપાર કરવા માટે ઈન્કાર કર્યો તો પત્ની સામે ભાભીની કરી હત્યા

જો પરીક્ષા ફરી મોકૂફ રહેશે તો વિદ્યાર્થીઓની મનોસ્થિતિ પર અસર થશે. હાલમાં મોલ, મલ્ટીપ્લેક્ષ, જીમ જેવા ઘણા બધા બિઝનેસ ખુલી ગયા છે ત્યારે પરીક્ષા પણ લેવાઈ જવી જોઈએ. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ 18 વર્ષની ઉંમરના છે. તેઓ નિયમોનું પાલન કરી શકે એટલા તો સમજદાર છે.

મહત્વનું છે કે વિદ્યાર્થીઓની મહેનતને ધ્યાને લઇ ગુજરાતમાં વાલીઓ એક્ઝામ સમયસર લેવાય તેવું ઇચ્છી રહ્યા છે ત્યારે દેશમાં કેટલાક વાલીઓ એવા પણ છે કે જેઓએ આ પરીક્ષા હજુ પાછી ઠેલાય અને મોકૂફ રહે તેવું ઇચ્છી રહ્યા છે.
Published by: ankit patel
First published: August 10, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading