'બાળક જોઈશે એટલે તું મારા મિત્ર જોડે સંબંધ રાખજે, કોઈને ક્યાં ખબર પડવાની છે'

News18 Gujarati
Updated: December 26, 2018, 5:54 PM IST
'બાળક જોઈશે એટલે તું મારા મિત્ર જોડે સંબંધ રાખજે, કોઈને ક્યાં ખબર પડવાની છે'
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં દાવો કર્યો છે કે, મારો પતિ નપુંસક છે, લગ્નના પહેલા દિવસથી જ પતિએ કોઈ સંબંધ બાંધ્યા નથી.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં ફેમિલી કોર્ટને લગતા અનેક કિસ્સાઓ રોજેરોજ બનતા રહે છે. સામાન્ય બાબતોમાં પણ પતિ-પત્ની કોર્ટના પગથિયે ચડતા સહેજ પણ વિચાર કરતા નથી. જેના પગલે પોતાની સાથે ઘરની આબુરુના ધજાગરા થાય છે. અમદાવાદમાં એક ફેમિલી કોર્ટનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારની એક પરિણીતાએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં દાવો કર્યો છે કે, મારો પતિ નપુંસક છે, લગ્નના પહેલા દિવસથી જ પતિએ કોઈ સંબંધ બાંધ્યા નથી.

આ વિશે જ્યારે પતિને પૂછયું તો થોડાક દિવસ પછી જાતે જ ખુલાસો કર્યો કે, મને શારીરિક તકલીફ છે અને તેનો ઇલાજ ચાલી રહ્યો છે. મારી મરજી થશે ત્યારે તારી સાથે સંબંધ રાખીશ, એટલું જ નહીં પરંતુ હદ તો ત્યાં થઈ કે, પતિએ એવી ઓફર મૂકી કે, બાળક જોઈશે એટલે તું મારા મિત્ર જોડે સંબંધ રાખજે, ક્યાં કોઈને ખબર પડવાની છે કે કોનું સંતાન છે. પતિ ઇલાજ માટે એક લાખ માગી રહ્યો છે. પતિ સામે આ ગંભીર આક્ષેપો સાથે પરિણીતાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે દાવો કર્યો છે. બે દિવસ પહેલાં જ આ કેસ સુનાવણી માટે આવ્યો હતો, જેમાં કોર્ટે વધુ સુનાવણી પ્રક્રિયા જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં નિયત કરી છે.

ગુજરાતી સમાચાર પત્ર સંદેશમાં છપાયેલા આર્ટીકલ મુજબ લગ્ન જીવન બાદ શારીરિક સંબંધ માટે પતિ સક્ષમ નથી એ વાતની જાણ જો કોઈને કરશે તો તેણીનું આખું ઘર બરબાદ કરી નાંખીશ તેવી ધમકી પતિએ આપી હોવાના દાવા સાથે આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, પતિએ તેના મિત્ર સાથે સંબંધ રાખવાની વાત કરી હતી, જોકે મેં તેનો વિરોધ કર્યો ત્યારે ખૂબ મોટો ઝઘડો થયો હતો. સાસરી પક્ષ તમામ હકીકત જાણતો હોવા છતાં લગ્ન કરાવીને મારી જિંદગી બરબાદ કરી નાંખી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ: રિવરફ્રન્ટ પર એક્ટિવામાંથી દોઢ કિલો સોનું મળ્યું, એકની અટકાયત

મારા પતિના શારીરિક ઇલાજ માટે પણ એક લાખની રકમની સાસરિયાં દ્વારા માગણી કરવામાં આવી હતી. મારા પતિનો ભાંડો ફૂટયો એ પછીથી સાસરિયા દ્વારા મારી પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનો સિલસિલો પણ શરૂ કરી દેવાયો હતો. થોડા સમય સુધી તો આ બધું મેં મૂંગા મોંએ સહન કર્યું હતું પરંતુ મારી જિંદગી બરબાદ થઈ જશે તેવું વિચારીને મેં હિંમત કરી આ મામલે લડાઈ લડવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ-ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ સમગ્ર દેશમાં સૌથી વધારે સારીઃ વિજય રૂપાણીસગાઈ વખતે પણ તેઓ મને મળવાનું ટાળતાં હતા. એટલું જ નહિ પરંતુ મેં જ્યારે પતિને કહ્યું કે, લગ્ન પહેલાં શારીરિક કમજોરી વિશે તમે મને કેમ જાણ ના કરી તો એવો જવાબ મળ્યો હતો કે, મેં મારા પરિવારના કહેવાથી જ લગ્ન કર્યા છે. આ કંકાસ વચ્ચે આખરે સાસરિયાંઓ દ્વારા મને પિયર મોકલી દેવામાં આવી હતી. આ કેસમાં પરિણીતાએ પતિની માસિક આવક 50 હજાર આસપાસ હોવાનું જણાવી છે અને કારમી મોંઘવારીને ધ્યાને રાખી મહિને 15 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવામાં આવે તેવી કોર્ટ સમક્ષ દાદ માગી છે.
First published: December 26, 2018, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading