Home /News /madhya-gujarat /'હું કિંગ નહીં, કિંગમેકર છું,' ચૂંટણી નહીં લડવાની શંકરસિંહની જાહેરાત

'હું કિંગ નહીં, કિંગમેકર છું,' ચૂંટણી નહીં લડવાની શંકરસિંહની જાહેરાત

શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની ફાઇલ તસવીર

તો હવે ઉગ્ર ચર્ચાઓ તેવી પણ થઇ રહી છે કે એનસીપી ગાંધીનગર બેઠક પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને ઉતારી શકે છે.

વિભૂ પટેલ, અમદાવાદ : લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગાંધીનગર બેઠક પરથી ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતાર્યાં છે. હાલ ગાંધીનગરમાંથી ભાજપનાં માર્ગદર્શક લાલ કૃષ્ણ અડવાણી સાંસદ છે. તો હવે ઉગ્ર ચર્ચાઓ તેવી પણ થઇ રહી છે કે એનસીપી ગાંધીનગર બેઠક પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને ઉતારી શકે છે. સૂત્રોનું માનીએ તો ગુજરાત એનસીપીએ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ રજુઆત કરી છે કે શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારે. જોકે આ વાતને અટકાવતા શંકરસિંહે કહી દીધું છે કે, 'હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો. હું કિંગ નહીં કિંગમેકરની ભૂમિકામાં છું.'

'સાંજ સુધીમાં ગઠબંધન નહીં તો તમામ બેઠકો પરથી લડીશું ચૂંટણી'

આ સાથે જ એનસીપીનાં જયંત બોસ્કીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, 'સાંજ સુધીમાં ગઠબંધન નહીં થાય તો અમે તમામ 26 બેઠકો પર ચૂંટણી લડીશું. આણંદ બેઠક પર જયંત બોસ્કી પોતાની ઉમેદવારી નોંધાવવાનાં છે. '

આ પણ વાંચો: 'પરિવારનો નિર્ણય સર્વોપરિ': લોકસભા ચૂંટણી નહીં લડવાની નરેશ પટેલના પુત્રની જાહેરાત

બાપુ ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાં રહી ચુક્યાં છે

મહત્વનું છે કે શંકરસિંહે પોતાની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી શરૂ કરી હતી. હવે તેઓ શરદ પવારની એનસીપીમાં જોડાયા છે. તેમણે 1995માં ભાજપને સત્તા મળે તે માટે ઘણી મહેનત કરી હતી પરંતુ સત્તાનું સુકાન કેશુભાઇ પટેલને આપવામાં આવતા બાપુએ બળવો કર્યો હતો. જે પછી તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી મુખ્યમંત્રી બનીને ભાજપની સરકાર ઉથલાવી હતી. જે પછી તેઓ 1998માં કોંગ્રેસમાં જોડાયા હતાં. બાપુનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા હાલ ભાજપમાં છે.

આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાનાં 'વસંત વગડો'માં ચોરી, ચોકીદાર પર શંકા

ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો માટે યોજાનારી ચૂંટણી પૈકી રસપ્રદ ચૂંટણીજંગ ગાંધીનગર લોકસભા બેઠક પર રહેશે તેવું ઘણાં લોકો માની રહ્યાં છે. આ બેઠક પર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે. આ બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે. આશંકા તો એવી પણ છે કે કોંગ્રેસનાં નેતા ડો.સી.જે. ચાવડા અમિત શાહ વિરુદ્ધ ગાંધીનગર મતવિસ્તારમાં ચૂંટણી લડી શકે છે.
First published:

Tags: Amit shah, Lok sabha election 2019, Loksabha election, NCP, Shankarsinh Vaghela, ગાંધીનગર`, ગુજરાત, ભાજપ

विज्ञापन