Home /News /madhya-gujarat /

ગુજરાતમાંથી ફરી પકડાયુ ડ્રગ્સ, એનસીબીએ કરી રાજસ્થાનના યુવાનની ધરપકડ

ગુજરાતમાંથી ફરી પકડાયુ ડ્રગ્સ, એનસીબીએ કરી રાજસ્થાનના યુવાનની ધરપકડ

ઝડપાયેલો આરોપી

Drugs in Gujarat: રાજસ્થાનના બાડમેરથી આવી રહેલી બસને અટકાવી હતી. બસમાં શધખોળ કર્યા બાદ NCBએ ભંવરલાલ (રહે. બાડમેર, રાજસ્થાન) નામના વ્યક્તિની ઓળખ કરી

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) છેલ્લા થોડા વર્ષોથી ડ્રગનું (Drugs seized in Gujarat) સપ્લાય વધી ગયું છે અને જેમાં છેલ્લા થોડા વર્ષોમાં જ  રાજ્યના અનેક વિસ્તારોમાંથી કરોડોની કિમતનું ડ્રગ્સ પકડાયું છે. મહત્વનું છે કે, મોટા ભાગનું ડ્રગ પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યુ હતું અને જેમાં એટીએસ દ્વારા કમર તોડી નાખી છે. આ સિવાય અનેક ડ્રગ્સ પેડલરોની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શનિવારે NCBએ વધુ એક વ્યક્તિની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.

NCBની ટીમ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. જેની પાસેથી એમડી ડ્ર્ગ્સનો જથ્થો મળી આવ્યો છે. NCBને મળેલી માહિતીના આધારે, મહેસાણા ખાતે વોચ ગોઠવી હતી. જે માહિતીના આધારે રાજસ્થાનના બાડમેરથી આવી રહેલી બસને અટકાવી હતી. બસમાં શધખોળ કર્યા બાદ NCBએ ભંવરલાલ (રહે. બાડમેર, રાજસ્થાન) નામના વ્યક્તિની ઓળખ કરી અને ધરપકડ કરી હતી. જેની તપાસ કરતા તેની પાસેથી 168 ગ્રામ મેફેડ્રોન (એમડી) સાયકોટ્રોપિક મળી આવ્યું હતું.

આ પણ વાંચો -  LRDની પરીક્ષાનું ફુલપ્રુફ પ્લાનિંગ : પરીક્ષા પહેલા તમામ ઉમેદવાર જાણી લો આ નિયમો

ઉલ્લેખનીય છે કે, આ પદાર્થ ડ્રગ્સના વ્યસનીઓના ઉપયોગ માટે કુખ્યાત છે. પકડાયેલો આરોપી આ પદાર્થ બાડમેરથી લાવ્યો હતો અને અમદાવાદ ખાતે રિસિવરને પહોંચાડવાનો  હતો. ડ્ર્ગ્સની આ તસ્કરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. તેમની તપાસ શરુ કરવામાં આવી છે. NCBએ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો - Nadabet: નડાબેટમાં 125 કરોડના ખર્ચે નબેલા ટુરિઝમ પ્રોજેક્ટનું આજે અમિત શાહ કરશે ઉદ્ઘાટન, જાણો સુવિધાઓ

આ ગુનો NDPS એક્ટ હેઠળ શિક્ષાપાત્ર છે. જેમાં 10 વર્ષથી વધુની જેલ અને એક લાખ રૂપિયાના દંડની સજા થઇ શકે છે. ઉપરાંત પુનરાવર્તિત અપરાધીઓને મૃત્યુદંડની હદ સુધીની સજાની જોગવાઇ છે. મહત્વ નું છે કે, દેશમાં md ડ્રગનું ચલણ વધી ગયું છે અને જેમાં ખાસ કરીને આ ડ્રગને પાર્ટી ડ્રગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મુંબઈથી મોટા ભાગે સપ્લાય થતું હોય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ડ્રગ્સ, મહેસાણા

આગામી સમાચાર