નવસારીથી અમદાવાદ NEETની તૈયારી કરવા આવેલો યુવક રહસ્યમય રીતે ગુમ

News18 Gujarati
Updated: March 12, 2020, 9:24 AM IST
નવસારીથી અમદાવાદ NEETની તૈયારી કરવા આવેલો યુવક રહસ્યમય રીતે ગુમ
પ્રતિકાત્મક તસવીર

યુવાન હોળીનાં દિવસે સવારે પીજીનાં મસ્ટર્ડમાં સાઇન કરીને બહાર નીકળી ગયો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરમાં ખાનગી કોચિંગ ક્લાસમાં નીટની (NEET) પરીક્ષાની તૈયારી કરતો નવસારીનો (Navsari) યુવાન રહસ્યમય રીતે ગુમ થઇ ગયો છે. આ યુવાન થલતેજની (Ahmedabad, Thaltej) પીજી હોસ્ટેલમાં (PG Hostel) રહેતો હતો. તે હોળીનાં દિવસે સવારે પીજીનાં મસ્ટર્ડમાં સાઇન કરીને બહાર નીકળી ગયો હતો. જ્યાંથી તે ક્લાસમાં પણ પહોંચ્યો ન હતો. તેણે એ દિવસથી પરિવાર સાથે પણ વાત કરી ન હતી.

નવસારીનાં રહેવાસી મનોજસિંહ હરિસિંહ પરમાર અને કલાવતીબહેન બારડોલીમાં શિક્ષક છે. તેમનો એકનો એક દીકરા રોમિતસિંહે 2019માં નવસારીની એ.બી.સ્કૂલમાં ધો.12 સાયન્સની પરીક્ષા આપી હતી. જે બાદ જુલાઈ 2019થી રોમિતસિંહ નીટની પરીક્ષાની તૈયારી કરવા અમદાવાદ આવ્યો હતો. રોમિતસિંહ થલતેજના સ્કોલર્સ હોમ નામની પીજી હોસ્ટેલમાં રહેતો હતો અને ખાનગી ક્લાસીસમાં કોચિંગ માટે જતો હતો. 9મી માર્ચે હોળીનાં દિવસે તે પીજીમાંથી સવારે જ નીકળી ગયો હતો.

આ પણ વાંચો : સુરત : SUDAનું વર્ષ 2020-21નું રૂ. 505.01 કરોડનું બજેટ મંજૂર, દાંડી રોડ ફોરલેન કરાશે

રોમિતસિંહે માતા, પિતા કે દાદા હરિસિંહ સાથે વાત પણ કરી ન હતી. જેથી પરિવારે કિશોરને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી રોમિતસિંહનો ફોન બંધ આવતા હોસ્ટેલમાં ફોન કર્યો હતો. જ્યાંથી તેમને જાણવા મળ્યું હતું કે, 'રોમિતસિંહ તો સવારે જ એન્ટ્રી કરીને ગયો હતો.' જે બાદ તેમણે ક્લાસિસમાં તપાસ કરતા રોમિતસિંહ તે દિવસે ક્લાસિસમાં પણ ગયો ન હતો. જેથી તેના માતા-પિતા તેમજ દાદા અમદાવાદ આવીને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : રાજકોટ : લાખોની ઓડી કારમાં લાગી આગ, જુઓ બર્નિંગ કારનો વાયરલ વીડિયો

મહત્વનું છે કે, રોમિતસિંહે 2019માં ધોરણ-12ની પરીક્ષા આપ્યા બાદ નીટની પરીક્ષાની તૈયારી કરી હતી. પરીક્ષા સમયે ખેંચ આવતા તેની તબિયત ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે તેનાથી નીટની પરીક્ષા અપાઇ ન હતી. રોમિત રોજ સવારે અડધો કલાક તેના દાદા સાથે વાત કરતો હતો. એકનો એક પુત્ર ગાયબ થઇ જતા પરિવાર ચિતિંત બન્યો છે.આ વીડિયો પણ જુઓ : 
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading