અમદાવાદ : દશેરાના દિવસે વાહનની ખરીદી માટે શું છે માહોલ?


Updated: October 20, 2020, 8:07 PM IST
અમદાવાદ : દશેરાના દિવસે વાહનની ખરીદી માટે શું છે માહોલ?
પ્રતિકાત્મક તસવીર

નવરાત્રી અને દશેરાના દિવસોને શુભ માની લોકો શુભ કાર્યો કરતા હોય છે

  • Share this:
અમદાવાદ : નવરાત્રી અને દશેરાના દિવસોને શુભ માની લોકો શુભ કાર્યો કરતા હોય છે અને વધારે પ્રમાણમાં વાહન ખરીદી પણ દશેરાના મુહૂર્તમાં કરવામાં આવે છે. અનલૉક થયા બાદ અમદાવાદમાં બજારોમાં રોનક આવવાની શરૂઆત થઇ છે પરંતુ હજુ મંદીના ઓથાર હેઠળ જીવી રહેલાં કેટલાંક ઉદ્યોગો મરણતોલ પ્રયાસ કરી રહ્યા છે. કેટલાંક સેક્ટરમાં ગ્રાહકોને આકર્ષવા સ્કીમ અપાઈ રહી છે તો કેટલાંક સેક્ટરમાં વસ્તુની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આવામાં ઓટોમોબાઈલ સેક્ટરમાં હાલ ન તો તેજીનો માહોલ છે ન તો મંદીનો.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દશેરાના દિવસે માંડ 20થી 25 ટકા વાહનોનાં બુકિંગ થયા છે. એમાંય ટૂ વ્હીલરની ખરીદી નહીવત થઈ ગઈ છે. આ અંગે ટૂ વ્હીલર કંપનીના ફ્લોર મેનેજર ભુપેન્દ્ર દલવાડીના કહેવા પ્રમાણે ગયા વર્ષ કરતાં આ વર્ષે ટૂ વ્હીલરના સૌથી ઓછાં બુકિંગ થયા છે. જેને લઈને ટૂ વ્હીલરની ખરીદી એટલી ટ્રેન્ડમાં નથી. જેની પાછળનું કારણ કોરોના વાયરસ છે. કોરોનામાં લોકોને ટૂ વ્હીલર ચલાવતાં સૌથી વધુ ડર લાગે છે.

આ પણ વાંચો - અમદાવાદ : બાળકોના મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી BOBએ 65 ટકા ટ્રાન્જેક્શન ચાર્જ કાપતા વિવાદ

ગુજરાત ઓટોમોબાઈલ ફેડરેશનના પ્રમુખ દીક્ષિત શાહના કહેવા પ્રમાણે ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ નથી. કારણ કે કોરોના વાયરસ બાદ સૌથી વધુ ખરીદી લોકોએ ફોર વ્હીલર ખરીદી હતી. લોકો મુડીરોકાણ કરીને પણ ફોર વ્હીલર ખરીદી રહ્યા છે જેથી કોરોનાથી બચી શકાય. બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર લોકો વાહનોની ખરીદી તો કરી રહ્યા છે પરંતુ 2019 કરતાં આ વર્ષે નહીવત ખરીદી થશે તેવું શો રુમના માલિક માની રહ્યા છે.

બીજી તરફ હરિયાણા પંજાબ અને પૂણેના શો રૂમથી આવતાં ફોર વ્હીલરનું પ્રોડક્શન પણ કોરોના વાયરસને કારણે ઓછુ થઈ ગયું છે. આ અંગે ફોર વ્હીલર શો રૂમના માલિક અરવિંદ પટેલે કહ્યું હતું કે ફોર વ્હીલરના શો રૂમ પર ઈન્કવાયરી તો આવે છે પરંતુ 50 ટકા લોકો પોતાના વિચાર બદલીને પરત ફરે છે. બીજી તરફ ગયા વર્ષ કરતાં આશરે 60 ટકા લોકોએ જ ફોર વ્હીલર બુક કરાવ્યા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે અંદાજ છે કે આ વર્ષે અમદાવાદમાંથી 5 હજાર જેટલાં ફોર વ્હીલર જયારે 10 હજાર આસપાસ ટુ વ્હીલર વેચાશે.
Published by: Ashish Goyal
First published: October 20, 2020, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading