Home /News /madhya-gujarat /નવરાત્રી 2020 : કોરોનામાં નવરાત્રી મહોત્સવને મંજૂરી આપવી કે નહીં? કેબિનેટ બેઠકમાં થઈ શકે છે ચર્ચા

નવરાત્રી 2020 : કોરોનામાં નવરાત્રી મહોત્સવને મંજૂરી આપવી કે નહીં? કેબિનેટ બેઠકમાં થઈ શકે છે ચર્ચા

પ્રતિકાત્મક તસવીર

ભક્તોની આસ્થા જળવાય રહે તેની સાથે સાથે કોરોનાનું સંક્રમણ ન વધે તે પણ જરૂરી, ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા.

  ગાંધીનગર : ગુજરાતીઓનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રી (Navratri Festival 2020). પરંતુ આ વર્ષે કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા ચેપને કારણે નવરાત્રીનું મોટાપાયે આયોજન થશે કે નહીં તેના પર શંકા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ વખતે બુધવારે મળનારી બેઠકમાં (Cabinet Meeting) રાજ્યમાં નવરાત્રી મહોત્સવને મંજૂરી આપવી કે નહીં તેના પર ચર્ચા થઈ શકે છે. જોકે, હજુ નવરાત્રીના આડે અઢી મહિના જેટલો સમય છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધારે ફેલાઇ રહ્યું હોવાથી આયોજકોથી લઈને ખેલૈયાઓ તમામ લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના મેળા (Lok Melo)ઓ કોરોના સંક્રમણને પગલે રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકોટનો પ્રસિદ્ધ લોકમેળો તેમજ તરણેતરનો મેળો રદ કરવાની તેમજ જન્માષ્ટમીનું જાહેર આયોજન ન કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

  આસ્થા જળવાઈ રહે તે જરૂરી

  શ્રાવણ મહિનો અને તે પૂર્ણ થયા બાદ તહેવારો શરૂ થતા હોય છે. તેમાં સૌથી મોટો તહેવાર નવરાત્રીનો આવે છે. નવરાત્રી આનંદની સાથે સાથે આસ્થાનો પણ તહેવાર છે. આથી સરકાર માટે અહીં મોટી દ્વિધા એ છે કે કોરોનાનું સંક્રમણ ન વધે તેની સાથે સાથે લોકોની આસ્થા પણ જળવાય રહે તે માટે કેવું આયોજન કરવું? દરેક શેરી, સોસાયટી, મોહલ્લામાં નવરાત્રીનું આયોજન થતું હોય છે. આ ઉપરાંત સરકાર તરફથી વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન પણ થતું હોય છે. ઇવેન્ટ કંપનીઓ તરફથી પણ ઠેર ઠેર દાંડિયા/ગરબાનું આયોજન થતું હોય છે. આથી સરકાર આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.

  સંક્રમણ વધવાનું જોખમ

  શરૂઆતમાં એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે જૂનમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી જશે. પરંતુ અત્યારે કોરોનાને કેસ ઘટવાને બદલે ખૂબ ઝડપે વધી રહ્યા છે. આ દરમિયાન જો સ્થિતિ નહીં સુધરે અને નવરાત્રી ઉત્સવની પરવાનગી આપવામાં આવે તો કોરોનાનો ચેપ ખૂબ વધી શકે છે. કારણ કે નવરાત્રીમાં લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળે છે અને એકઠા થાય છે. એટલે આ વખતે નવરાત્રી ઉત્સવને મંજૂરી આપવી તો પણ કેવી રીતે તે સરકાર માટે મોટો પ્રશ્ન બની રહશે.
  " isDesktop="true" id="1003608" >

  દાંડિયા આયોજકોમાં ચિંતા

  કોરોનાને પગલે ખેલૈયાઓને ઉપરાંત ગરબાનું આયોજન કરતા આયોજકો મુશ્કેલીમાં મૂકાયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે અમુક આયોજકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિત તકેદારીના તમામ પગલા સાથે ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. જોકે, આ અંગે કેબિનેટ બેઠકમાં જ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. સંભાવનાઓ એવી પણ રહેલી છે કે મોટાપાયે નવરાત્રીના આયોજનને છૂટ આપવામાં નહીં આવે.

  ગરબા આયોજકો 20 મુદ્દા સાથે ચર્ચા કરશે

  ગરબાના બે-ત્રણ મહિના પહેલા જ ગ્રાઉન્ડ બૂકથી લઈને બધી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેને પગલે ગરબા આયોજકોએ આજે સીએમ વિજય રૂપાણી સાથે પણ બેઠક કરી છે. ગરબા આયોજકો 20 મુદ્દા સાથે સીએમ વિજય રૂપાણી સાથે ચર્ચા કરી હતી. ગરબા આયોજકો મુલાકાત દરમિયાન સરકારનું આયોજન કરવા અંગે કેવું વલણ છે તે જાણવાનો પ્રયાસ કરશે. જો આ વખતે ગરબાને મંજૂરી નહીં મળે તો કદાચ એવું પ્રથમ વખત બનશે જ્યારે નવરાત્રીનું આયોજન નહીં કરવામાં આવે. સામાન્ય રીતે વરસાદનું વિઘ્ન આવે ત્યારે એક બે દિવસ માટે જે તે શહેરમાં ગરબા રદ થતા હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Garba, Gujarat Government, Navratri 2020, Vijay Rupani

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन