અમદાવાદના સૌથી મોટા રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક માર્કેટને કોરોના કાળમાં 100 કરોડથી વધુનું નુકસાન


Updated: October 15, 2020, 11:52 PM IST
અમદાવાદના સૌથી મોટા રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક માર્કેટને કોરોના કાળમાં 100 કરોડથી વધુનું નુકસાન
અમદાવાદના સૌથી મોટા રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક માર્કેટને કોરોના કાળમાં 100 કરોડથી વધુનું નુકસાન

આ વર્ષે કોરોનાએ નવરાત્રીની રોનકને ફિક્કી પાડી છે. તેની સીધી અસર ઇલક્ટ્રોનિક માર્કેટ પર પડી છે

  • Share this:
અમદાવાદ : નવરાત્રીમાં ગલી હોય કે મહોલ્લા રોશનીથી ઝગમગતા હોય છે પણ આ વર્ષે કોરોનાએ નવરાત્રીની રોનકને ફિક્કી પાડી છે. તેની સીધી અસર ઇલક્ટ્રોનિક માર્કેટ પર પડી છે. કોરોનાકાળમાં દુકાનોમાં છૂટછાટ પણ ઇલેક્ટ્રોનિક માર્કેટની રોશની ગાયબ થઈ ગઈ છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે અનલોક થયા બાદ જનજીવન સામાન્ય થયું પરંતુ માર્કેટમાં મંદી યથવાત છે. નવરાત્રીમાં થતો લાઇટિંગ અને ડેકોરેશનનો બિઝનેસ પડી ભાંગ્યો છે. તહેવારો છે પણ માર્કેટમાં મંદી હોવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. રિલીફ રોડ અને ગાંધી રોડ પર 3000 જેટલી ઇલેક્ટ્રોનિક દુકાનો આવેલી છે. જેમાં મંદીના કારણે 25 ટકા દુકાનો બંધ હાલતમાં છે તો નવરાત્રી પહેલા 20 થી 25 ટકા જ ખરીદી થઇ રહી છે.

ઇલેક્ટ્રોનિક માર્કેટ એસોસિએશનના પ્રમુખ મેઘરજ ભાઈના જણાવ્યા પ્રમાણે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં અમે આખા વર્ષનો 30થી 35 ટકા ધંધો કરી લેતા હતા પરંતુ આ વખતે ધંધો થયો જ નથી. આ વર્ષે ઇલેકટ્રોનિક માર્કેટમાં અંદાજિત 100 કરોડથી વધુનું નુકસાન થવાના એંધાણ છે. કોરોનામાં લોકોનો તહેવાર માણવાનો અંદાજ બદલાયો છે અને તેની સીધી અસર તહેવારો પર પણ થઇ રહી છે. કોરોનાની આવી જ અસર નવરાત્રિ અને દશેરાના તહેવારને લઈને દેખાઈ રહી છે. નવરાત્રીમાં વિવિધ લાઇટ્સ, બલ્બ,તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક આઈટમની ખરીદી થતી હોય છે. દશેરા પર લોકો હોમ appliancesની વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. પણ કોરોનાને કારણે રાજ્ય સરકરે જાહેર કાર્યક્રમોથી લઈને ગરબા પર પ્રતિબંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો - સોમાભાઇ પટેલના સમર્થક ચેતન ખાચરને કોંગ્રેસે લિંબડી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા

ઇલેક્ટ્રોનિક માર્કેટ એસોસિયેશનના ઉપપ્રમુખ લાલભાઈએ જણાવ્યું હતું કે બહારથી આવતા વેપારીઓની સંખ્યા નહિવત થતા રિલીફ રોડ અને ગાંધી રોડ પર આવેલ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં અત્યારે માત્ર 20થી 25 ટકા જ ઘરાકી રહી છે. વેપારીઓની તહેવારોમાં ધંધાની આશા નિરાશામાં બદલાઈ છે અને વેપારીઓને હવે દુકાન બંધ કરી દેવાનો વારો આવ્યો છે.

કોરોનાના કારણે પહેલાથી જ ઇલેક્ટ્રિક માર્કેટ મદીમાં સપડાયેલું હતું પણ નવરાત્રી અંગેના સરકારના નિર્ણય બાદ હજુ બજારમાં ઘરાકીના જામતા પડયા પર પાટુ જેવી વેપારીઓની સ્થતિ થઇ છે. તેમનું માનવું છે કે આટલી ખરાબ મંદી અમારા ધંધામાં અમે ક્યારેય જોઈ નથી. આગામી દશેરા અને દિવાળીના તહેવારોનો ધંધો પણ મંદીમાં જ હોમાઈ જશે તેવી ભીતિ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: October 15, 2020, 11:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading