છેડતી કરી તો ખેર નથી! ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે એન્ટી રોમિયો સ્ક્વોડ

News18 Gujarati
Updated: October 11, 2018, 9:09 AM IST
છેડતી કરી તો ખેર નથી! ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે એન્ટી રોમિયો સ્ક્વોડ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈ મહીલા પોલીસ સતર્ક થઈ છે. મહીલા પોલીસ દ્વારા 10 અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે

  • Share this:
નવરાત્રી માં દુર્ગાની આરાધના કરવાનો તહેવાર છે, લોકો માંની આરતી, પૂજા કરી ગરબે રમી માતાજીની આરાધના કરતા હોય છે, શહેરભરમાં લોકો નવરાત્રીમાં ગરબાના રંગે રંગાઈ જશે. ત્યારે આવા સમયે મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રોમીયોની સીધા દોર કરવા અને મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ ટ્રેડિશનલ ડ્રેસમાં રહી રોમિયોની હરકતો પર બાજ નજર રાખશે.

અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈ મહીલા પોલીસ સતર્ક થઈ છે. મહીલા પોલીસ દ્વારા 10 અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. આ મહીલા પોલીસ ટીમો પાર્ટીપ્લોટ, કલબોમાં હાજર રહેશે અને મહીલાની છેડતી કરનાર યુવકોને કાબુમાં લેશે, મહીલા પોલીસે બનાવેલી ટીમોમાં psi, asi અને મહિલા કર્મચારી રહેશે. એન્ટી રોમિયો સ્કવોડ માટે 2 pi, 7 psi, 50 મહિલા પોલીસનો કાફલો તૈનાત રહેશે, ઉપરાંત પોલીસ દ્વારા 2 ડિકોય ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે, જેના માટે 2 pi, 6 psi, 30 asi, 50 મહિલા પોલીસની ફાળવણી કરવામાં આવી છે. જેથી કરી મહીલા કોઈપણ પ્રકારના ડર વિના નવરાત્રિ ઉજવી શકે.

આ બાજુ, અમદાવાદ મ્યુનિસપલની હેલ્થ ટીમ પણ સક્રિય થઈ ગઈ છે. દેશભરમાં આજથી નવરાત્રીની ધૂમ થશે ત્યારે ગરબા પ્રેમી ખેલૈયાઓ મોડીરાત્રી સુધી ગરબા રમતા હોય છે સાથે સાથે ચટાકેદાર વાનગીઓ અને ફરસાણની જાયફત પણ માણતા હોય છે. ત્યારે અમદાવાદીઓનું સ્વાસ્થ્ય ના બગડે તે હેતુ થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ વિભાગ દ્વારા આજે અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં ફરસાણની દુકાનો પર દરોડા પાડ્યા અને વિવિધ વાનગીઓના સેમ્પલ લીધા અને ચોક્કસ માપદંડ સાથે વાનગીઓ બનાવવામાં આવી છે કે નહિ તે ચેક કરવા લેબોરેટરીમાં મોકલ્યા
First published: October 10, 2018, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading