Home /News /madhya-gujarat /

આપ કાર્યાલયમાં તોડફોડ મામલે બ્રહ્મ સમાજના યુવકોની ધરપકડનો વિરોધ,આંદોલનની ચિંમકી

આપ કાર્યાલયમાં તોડફોડ મામલે બ્રહ્મ સમાજના યુવકોની ધરપકડનો વિરોધ,આંદોલનની ચિંમકી

અમદાવાદઃ અમદાવાદ શહેરમા પાટીદાર, દલિત અને હવે બ્રહ્મ સમાજે સરકાર વિરૂધ્ધ આક્રોશ વ્યકત કર્યો છે. આમ આદમીના પાર્ટીના મહિલા પ્રમુખ સંગીતા ચાંડપ્પાની ધરપકડ નહિ કરતા અને આપની ઓફીસમા તોડફોડ કેસમા બ્રહ્મ સમાજના યુવકોની ધરપકડ કરતા લોકોનો આક્રોશ વધ્યો હતો. અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ શહેરમા પાટીદાર, દલિત અને હવે બ્રહ્મ સમાજે સરકાર વિરૂધ્ધ આક્રોશ વ્યકત કર્યો છે. આમ આદમીના પાર્ટીના મહિલા પ્રમુખ સંગીતા ચાંડપ્પાની ધરપકડ નહિ કરતા અને આપની ઓફીસમા તોડફોડ કેસમા બ્રહ્મ સમાજના યુવકોની ધરપકડ કરતા લોકોનો આક્રોશ વધ્યો હતો. અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

ગુજરાતમા હવે આંદોલન અને વિરોધનો દોર થરૂ થઈ ગયો હોય તેવો માહોલ બન્યો છે. અનામતને લઈને પાટીદારોનુ આંદોલન ત્યાર બાદ દલિતો પર થયેલા અત્યાચારનો વિરોધ અને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમા આવ્યુ છે.ઉનામા દલિત અત્યાચાર મામલે આમ આદમી પાર્ટીના ગીર-સોમનાથના મહિલા પ્રમુખ સંગીતા ચાંડપ્પાએ જાહેરમાં બ્રાહ્મણો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેથી બ્રહ્મ સમાજવા કાર્યકરોની માંગણી છે કે અરવિંદ કેજરીવાલ સંગીતા ચાંડપ્પાનું સભ્યપદ કાયમ માટે પાર્ટીમાંથી રદ કરે અને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને સમસ્ત બ્રહ્મ સમાજની માફી માગે.બ્રહ્મ સમાજના આગેવાનોએ અરવિંદ કેજરીવાલને ગુજરાતમા કાર્યક્રમ નહિ કરવાની ધમકી આપી છે.જો અરવિંદ કેજરીવાલ ગુજરાતમા ક્રાર્યક્રમ કરશે તો તેને બંધ કરાવવાની ચીમકી આપી છે.

બ્રહ્મ સમાજના યુવકોની ધરપકડના પગલે મોટી સંખ્યામા બ્રહ્મ સમાજના આગેવાનો નવરંગ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસની કાર્યવાહીને લઈને તેમનો આક્રોશ વધ્યો હતો. ઉનામા આપની મહિલા પ્રમુખ સંગીતા ચંડાપ્પા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હોવા છંતા તેની ધરપકડ કરવામા આવી નથી. જયારે બ્રહ્મ સમાજના સાત યુવકોની ધરપકડ કરતા લોકોમા રોષ વધ્યો હતો.અને તેમણે પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.. નવરંગપુરા પોલીસે બ્રહ્મ સમાજના આગેવાનોને સમજાવીને પરિસ્થતીને કાબુમા લીધી હતી.

પાટીદાર, દલિત અને બ્રહ્મ સમાજના રોષથી ફરી એક વખત રાજકીય માહોલ ગરમાયો છે. બ્રહ્મ સમાજે સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. બ્રહ્મ સમાજ પર ટીપ્પણી કરનાર મહિલાની ધરપકડ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. હાલમા પોલીસે સાતેય આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
First published:

Tags: આમ આદમી પાર્ટી, નવરંગપુરા, બ્રહ્મ સમાજ, રાજકારણ, વિરોધ પ્રદર્શન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन