શું હવે રાહુલ ગાંધી પણ રૂદ્રાક્ષની માળા પહેરવા લાગ્યા?

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 13, 2017, 10:09 AM IST
શું હવે રાહુલ ગાંધી પણ રૂદ્રાક્ષની માળા પહેરવા લાગ્યા?

  • Share this:
ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મંદિરોમાં દર્શન કર્યા અને હવે કોંગ્રેસ નવા બદલાવ સાથે વિરોધીઓનો સામનો કરવા માટે તૈયાર છે. આ ગુજરાત ચૂંટણીની જ અસર છે  કે રાહુલ ગાંધીએ હવે રૂદ્રાક્ષની માળા પણ ગળામાં પહેરી લીધી છે.

મંગળવારે અમદાવાદના જગન્નાથ મંદિરના દર્શન કરીને રાહુલ ગાંધી જ્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે ગળામાં રૂદ્રાક્ષની માળા દેખાતી હતી. સફેદ કુર્તા-પાયજામા સાથે રાહુલના ગળામાં પહેલી વખત રૂદ્રાક્ષની માળા દેખાઈ હતી. રાહુલ પહેલા તેમના દાદી અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી પણ રૂદ્રાક્ષની માળા પહેરવી પસંદ કરતા હતાં. રૂદ્રાક્ષને ભગવાન શિવનું એક પ્રતિક માનવામાં આવે છે અને સામાન્ય રીતે શિવ ભક્તો દ્વારા સુરક્ષા માટે આ ઘારણ કરાય છે.

રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે મારો પરિવાર શિવ ભક્ત છે. મારા દાદી ઈન્દિરા ગાંધી પણ ભગવાન શિવમાં વિશ્વાસ રાખતા હતાં અને રૂદ્રાક્ષની માળા પણ પહેરતા હતાં. સંભાવના એવી પણ છે કે રાહુલ ગાંધીને જગન્નાથ મંદિરમાં પૂજા કર્યા પછી આ માળા પહેરાવવામાં આવી હશે. જગન્નાથ મંદિરમાં પૂજા કર્યા પછી તે મહંત દિલીપદાસ મહારાજના રૂમમાં ગયા હતાં, જ્યાં મીડિયાને જવાની પરવાનગી ન હતી.

આ વખતે ગુજરાત ચૂંટણીમાં રાહુલે પોતાના પ્રચારમાં ઘણાં ફેરફાર કર્યાં છે જેના કારણે ભાજપમાં ઘણી બેચેની વધી ગઈ છે. રાહુલ ગાંધી બધા મંદિરોમાં તો ગયા જ  છે તેની સાથે હિંદૂ કાર્ડને ધ્યાન આપીને ઘણી હદે સફળતા મેળવી પણ છે. રાહુલ ગાંધીની આ માળાએ રાજકારણમાં એક નવી ચર્ચાને જન્મ આપી દીધો છે. જ્યારે બીજેપીનું કહેવું છે કે રાહુલ ગાંધી હિંદુ વોટરોને આકર્ષવા માટે જ મંદિરોની મુલાકાત કરી રહ્યાં છે.
First published: December 13, 2017, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading