Home /News /madhya-gujarat /

રાષ્ટ્રીય યુવા દિન: સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં આ ઓરડીમાં વિતાવ્યા હતા ચાર દિવસ

રાષ્ટ્રીય યુવા દિન: સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં આ ઓરડીમાં વિતાવ્યા હતા ચાર દિવસ

સ્વામીજી રોકાયા હતા તે ઘર.

National Youth Day 2021: સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ પર નીકળ્યા હતા ત્યારે તેમણે અમદાવાદ ખાતે 11 દિવસ રોકાણ કરી આ ધરાનું સૌભાગ્ય વધાર્યું હતું.

અમદાવાદ: સ્વામી વિવેકાનંદ સંન્યાસી (Swami Vivekananda)ના રૂપમાં સમગ્ર ભારતના પગપાળા પ્રવાસ કરતા હતા. આ એ સમય હતો જ્યારે સ્વામીજીને કોઇ ઓળખતું ન હતું. જોકે, સ્વામીના તેજ અને પ્રભાવથી કોઇ વ્યક્તિ તેમને મોહી જતું હતું. સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ (India tour) પર નીકળ્યા હતા ત્યારે તેમણે અમદાવાદ (Ahmedabad) ખાતે 11 દિવસ રોકાણ કરી આ ધરાનું સૌભાગ્ય વધાર્યું હતું. આજે સમગ્ર ભારત યુવા દિનની ઉજવણી (National Youth Day 2021) કરી રહ્યું છે. નરેન્દ્ર દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષો પછી પણ સ્વામી વિવેકાનંદે આપેલા પ્રવચનો અને જીવન સૂત્ર આજે પણ અમર છે.

ભારતના સાંસ્કૃતિક વારસના સમગ્ર વિશ્વમાં ઓળખ આપનાર અને વિદેશની ધરતી પર જઇ ભારતનો ડંકો વગાડવા સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863નાં રોજ કોલકાતામાં થયો હતો. ચોથી જુલાઈ, 1902ના રોજ બેલુર મઠ ખાતે તેમણે સમાધી લઈને દેહ ત્યાગ કર્યો હતો. તેઓ માત્ર 39 વર્ષ જ આ પૃથ્વી ઉપર રહ્યા હતા. પરંતુ આટલા ટૂંકા સમયગાળામાં તેમણે હિંદુ ધર્મ, સમાજ સેવા અને દેશ માટે જે કામ કર્યું છે તે ખરેખર આશ્ચર્ય પમાડે છે!

આ પણ વાંચો: National Youth Day 2021: PM મોદીએ કહ્યુ- સ્વામી વિવેકાનંદે વ્યક્તિ નિર્માણની આપી અમૂલ્ય ભેટ

ઘણા ઓછા લોકોને જાણ હશે કે સ્વામી વિવેકાનંદ અમદાવાદ ખાતે આવ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાત વાતચીતમાં લાલશંકર ઉમિયાશંકરના વંશજ મનિષભાઇ દેસાઇ જણાવ્યુ હતુ કે, સ્વામી વિવેકાનંદે ઈ.સ.૧૮૯૧માં અમદાવાદની સફર કરી હતી. કોટ વિસ્તારમાં ખાડિયાની અમૃતલાલની પોળમાં આવેલી ‘લાલશંકરની હવેલી’માં સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિએ રોકાણ કર્યું હતું.સ્વામી વિવેકાનંદ જુલાઈ-૧૮૯૦થી ડિસેમ્બર-૧૮૯૨ દરમિયાન હિમાલયથી કન્યાકુમારી સુધીની સફર કરી હતી. તેઓ ક્યારેક ‘વિવેકાનંદ’, ક્યારેક ‘સચ્ચિદાનંદ’ તો ક્યારેક ‘વિવિદિશાનંદ’ જેવાં વિભિન્ન નામો ધારણ કરીને ઓળખ છૂપાવતા હતા. પરિભ્રમણ દરમિયાન અજમેર, રાજસ્થાન થઈને ગુજરાતમાં ઈ.સ.૧૮૯૧ના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં પ્રવેશ્યા હતા.

એક દિવસ અમદાવાદના સબ જજ અને સમાજ સુધારક લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી રેલવે સ્ટેશનની બહાર નીકળતા હતા ત્યારે તેમણે એક પ્રભાવશાળી સંન્યાસી (વિવેકાનંદ)ને પીપળાના વૃક્ષ નીચે બેઠેલા જોયા હતા. લાલશંકર ત્યાં પહોંચે છે અને સ્વામી વિવેકાનંદ સાથે સંવાદ કરે છે. વિવેકાનંદના જ્ઞાાનથી સમાજ સુધારક લાલશંકર આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. પ્રભાવિત થયેલા લાલશંકર ઉત્સુકતા સાથે વિવેકાનંદને પોતાના ઘેર પધારવાનું નિમંત્રણ પાઠવે છે.સ્વામી વિવેકાનંદ રોકાયા હતા તે ઘરમાં રહેતા હર્ષદભાઇ મહેતા પરિવાર પોતાની જાતને નસીબદાર માને છે. તેઓ એ મકાનમાં રહે છે જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા. ખાડિયામાં ચાર પાંચ દિવસ બાદ સ્વામીજી નદીની આ પાર પશ્ચિમ વિસ્તારમાં માદલપુર એમ જે લાયબ્રેરી પાસે આવેલી હવેલીમાં પણ અનેક દિવસ રહ્યા હતા. સ્વામીજી શહેરમાં રોકાણ દરમિયાન જૈન મંદિર, મસ્જિદોની કલા સમૃદ્ધિ અને વૈભવ-વારસાથી પ્રભાવિત થયા હતા. અમદાવાદમાં અંદાજે 11 દિવસ પસાર કરીને તેઓએ વઢવાણ તરફ પ્રયાણ કર્યું હતું. સ્વામીની આ ઐતિહાસિક જગ્યા આજે વિકાસ ઝાંખી રહ્યો છે. સ્વામી રોકાયા હતા તે ઓરડાને હેરિટેજમા મૂકવામા આવે તો વિશ્વ આ જગ્યા નોંધ લઇ શકશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Heritage, Swami vivekanand, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन