નેશનલ ઇન્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન NID અમદાવાદમાં વિદ્યાર્થિનીઓની છેડતી મુદ્દે પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાતા ચર્ચા જાગી છે. સાથે જ પ્રોફેસરને એનઆઇડીના કેમ્પસમાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પ્રોફેસર ક્રિશ્નેશ મહેતા એનઆઇડી અમદાવાદમાં છેલ્લા 25 વર્ષથી ઇન્ટરિસીપ્લીનરી સ્ટડીઝ અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન વિષણ ભણાવતા હતા. ક્રિશ્નેશ વિરુદ્ધ વિદ્યાર્થીઓના ગ્રૂપે સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. જેમાં અભ્યાસ દરમિયાન વર્તણૂકને લઇને ફરિયાદ કરવામાં આવી હતી.
કોલેજના વિદ્યાર્થીઓએ બે મહિના પહેલા પ્રોફેસર ક્રિશ્નેશ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી, આ કમિટીએ તપાસ બાદ પ્રોફેસર ક્રિશ્નેસને સસ્પેન્ડ કરવાનો નિર્મય લીધો હતો.