નરોડા પાટિયા કેસ: નિર્દોષ કેદીઓ થયા મુક્ત, જેલ બહાર સર્જાયા ભાવુક દ્રશ્યો

News18 Gujarati
Updated: April 22, 2018, 12:41 PM IST
નરોડા પાટિયા કેસ: નિર્દોષ કેદીઓ થયા મુક્ત, જેલ બહાર સર્જાયા ભાવુક દ્રશ્યો

  • Share this:
અમદાવાદ: નરોડા પાટિયા હત્યાકાંડ મામલે હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરેલા તમામ લોકોને આજે જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી સાબરમતી સેન્ટ્રેલ જેલ બહાર સંબંધીઓને ભીડ જામી હતી. અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે ગત મોડી રાતે સેશન્સ કોર્ટમાંથી જેલમુક્ત કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

જેલ બહાર નિકળેલા એક કેદીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ હતો, આમ પરિવારજનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. મહત્વનું છે કે 16 આરોપીએ પૈકી 7ને નિર્દોષ જાહેર કરીને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના કેદીઓની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેલ મુક્તિ થશે.

મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે આજે 2002ના નરોડા પાટિયા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવી દીધો હતો. જણાવી દઇએ કે નીચલી કોર્ટે ભાજપ વિધાયક માયા કોડનાની અને બાબૂ બજરંગી સહિત 32 લોકોને દોષિત ગણવામાં આવ્યા હતા. પરંતુ શુક્રવારે હાઇકોર્ટે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા હતા અને બાબુ બજરંગીને 21 વર્ષની સજા થઇ હતી. જ્યારે 12 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2002માં થયેલા તોફાનો દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ તોફાનોમાં 33 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાના એક દિવસ બાદ અંજામ આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદને બંધનું આહ્વાન કર્યું હતું.
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर