Home /News /madhya-gujarat /

Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad crime news:રવિ પંડ્યાનું 27મી તારીખે અપહરણ (kidnapping) થયું હોવાની નરોડા પોલીસ મથકમાં (Naroda police station) ફરિયાદ થઈ હતી. જે બાદ સ્થાનિક પોલીસ થી લઈ ક્રાઇમ બ્રાંચ (crime branch) દોડતી થઈ હતી.

અમદાવાદઃ વિદેશમાં કમાવવા ગયેલા યુવકને દેવું થઈ જતા પોતાનું જ અપહરણનું તરકટ (kidnapping drama) રચ્યું હતું. જોકે આ દેવા અંગે કોઈને જાણ ન થાય તે માટે નવું સીમકાર્ડ (sim card) લઈ પોતાના પરિવાજનોને પોતે અપહ્યત બનીને છોડાવવા માટે મેસેજથી રૂપિયાની માંગણી (money demand) કરતો હતો. કોણ છે આ શખ્સ જેણે ખોટા અપહરણનું તરકટ  રચી પૈસા પડવાનું પ્લાનિંગ કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (ahmedabad crime branch)પકડેયલા રવિ પંડ્યાનું 27મી તારીખે અપહરણ થયું હોવાની નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. જે બાદ સ્થાનિક પોલીસ થી લઈ ક્રાઇમ બ્રાંચ દોડતી થઈ હતી. કારણકે અપહરણકારો પૈસાની માંગણી કરતા હતા. જો કે ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા રવિ પંડ્યા જયપુરથી પકડાઈ ગયો અને સામે આવ્યું કે રવિ પંડ્યાનું અપહરણ થયું ન હતું. પોતે અપહરણની ખોટી જાહેરાત કરી પોલીસને અને પરિવારજનોને ગુમરાહ કર્યા હતા.

સાથે સાથે રવિને 2 લાખનું દેવું થઈ જતા પરિવાર જોડે રૂપિયા મેળવવા માટે અપહરણ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. રવિ પંડ્યા છેલ્લા 9 વર્ષથી આફ્રિકાના તાનઝનિયા રહી કોમોડિટી વસ્તુઓનો વેપાર કરતો હતો. પણ એક વર્ષથી કોરોનાને લઈ ધધામાં નુકશાન થયું હતું. જેથી રવિને પરત ભારત આવું હતું પરતું તેની પાસે પૈસા ન હોવાથી પિતાને કહેતા બે લાખ રૂપિયાની સગવડ કરી જૂન 2021માં અમદાવાદ આવ્યો હતો.

આ પણ વાંચોઃ-Devbhoomi Dwarka:શૈતાની ભુવાનું માસુમ બાળકી સાથે દુષ્કર્મ, ખંભાળિયા સેસન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

જે બાદ દેવું પૂરું કરી શકતો ન હોવાથી રવિ કંટાળી ગયો હતો જેથી પોતાનું અપહરણ થયું હોવાનું પોતે તરકટ રચી દેવું ભરવાનો પ્લાન બનાવ્યો હતો..જેમાં 27મી ડિસેમ્બર ઘરેથી મોબાઇલ નંબર બદલવા જવાનું કહી પોતે અમદાવાદ થી જોધપુર, જયપુર,દિલ્હી અને દિલ્હીથી જમ્મુ પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ-OMG! બકરીએ આપ્યો માનવી જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ! જાણો સમગ્ર મામલો

જ્યાં રવિ પંડ્યાએ બીજા મોબાઇલ નંબર પરથી પત્નીને મેસેજ કરી કહ્યું કે બે લાખ રૂપિયા આપો નહિ તો રવિ પંડ્યાને મારી નાખીશું. આમ કરી મેસેજ કરતા પરિવાજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ-ખેડાઃ કઠલાલના ચૌહણપુરામાં રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયો પતિ, તકરાત થતાં પતિએ કરીનાંખી હત્યા

અપહરણનું રવિએ નાટક કર્યું હોવાની પોલીસને પહેલાથી જ શંકા હતી કારણકે રૂપિયાની જે રીતે માંગણી કરતો મેસેજ કરતો હતો જે એક તરકટ રચ્યું હોય તેવું હતું..અંતે રવિ પંડ્યાએ દેવું પૂરું કરવાનું રચેલ તરકટ તેને ન ભારે પડ્યું અને તેનો ટાર્ગેટ પણ તે પૂરો તો ન જ કરી શક્યો.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati News News

આગામી સમાચાર