મેઘા પાટકરનું સમર્થન કરતા કોંગ્રેસ હવે ખુલ્લી પડી ગઈઃ રૂપાણી

News18 Gujarati
Updated: April 4, 2018, 3:20 PM IST
મેઘા પાટકરનું સમર્થન કરતા કોંગ્રેસ હવે ખુલ્લી પડી ગઈઃ રૂપાણી
વિજય રૂપાણીની ફાઇલ તસવીર

  • Share this:
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નર્મદા વિવાદીત મુદ્દે મેઘા પાટકરનું સમર્થન કરી ભાજપ પર આક્ષેપો કરતા નિવેદનનો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વળતો જવાબ આપ્યો છે. સીએમ વિજય રૂપાણીએ કટાક્ષ કરતા કહ્યું કે, નર્મદા મામલે કોંગ્રેસના નિવેદન પર મને હસવું આવે છે, અને સાથે દુખ પણ થાય છે. કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે. ગુજરાતની પ્રજા પહેલા પણ જાણતી હતી કે, કોંગ્રેસ કાયમી નર્મદા વિરોધી રહી છે. હવે કોંગ્રેસ મેઘા પાટકરનું સમર્થન કરી ખુલ્લી પડી ગઈ છે.

સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની પ્રજાને ખબર છે કોના કારણે ગુજરાતને નર્મદાનું પાણી મળવામાં વિલંબ થયો. જેનું કોંગ્રેસ અત્યારે સમર્થન કરી આભઆર વ્યક્ત કરી રહી છે, તે જ મેઘા પાટકરના કારણે ગુજરાતની પ્રજાને નર્મદાનું પાણી મળવામાં વિલંબ થયો હતો. આજે કોંગ્રેસ અને મેઘા પાટકરની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે. અમારી ભાજપ સરકારે ચૂંટણી પહેલા આપેલો વાયદો પૂર્ણ કર્યો છે. બીજેપી સરકાર કઈં ખોટુ નથી કરતી, જેથી કોઈને પણ જવાબ આપતા અચકાતી નથી.

ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીએ આજે નર્મદા મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, નર્મદા મુદ્દે બીજેપી સરકારની નીતિ ચોરી પર સિનાચોરી સમાન છે. પરેશ ધાનાણીએ ખુલ્લેઆમ મેઘા પાટકરનું સમર્થન કરી કહ્યું કે, ગુજરાતને નર્મદાનું પાણી મોડુ મળ્યું તેના માટે મધ્યપ્રદેશની બીજેપી સરકાર જવાબદાર છે. 2006માં MPએ પુનઃસ્થાપન ન કરતા તેની ઉંચાઈ વધારવામાં વિલંબ થયો છે. નર્મદા ગુજરાતની જીવાદોરી હોવાથી તેના પર કોઈ રાજનીતિ ન થી જોઈએ. જ્યારે ભાજપ સરકારે તેના પર રાજકારણ રમી ગુજરાતની પ્રજાને નર્મદાનું પાણી મોડુ પહોંચાડ્યું. પરેશ ધાનાણી આટલે જ અટક્યા ન હતી તેમણે મેઘા પાટકરનું સમર્થન કરતા કહ્યું કે, ગુજરાત રાજ્ય મેઘા પાટકરનું આભારી છે. મેઘા પાટકરે નર્મદાની ઉંચાઈ વધારવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે નર્મદાની ઉંચાઈ વધારતા જે લોકોને પોતાના ઘરબાર છોડવા પડ્યા હતા, તેમના પુનઃસ્થાપન માટે આંદોલન ચલાવ્યું હતું. મેઘા પાટકરને રાજીવ સાતવજીએ પણ સમર્થન આપ્યું હતું, ગુજરાત તેમનું પણ આભારી છે.
First published: April 4, 2018, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading