મહેશ-નરેશ 'રામ લક્ષ્મણ'ની જેમ સાથે રહ્યા,નિધન પણ સાથે થયું, કમાલનો પ્રેમ : હિતેન કુમાર

News18 Gujarati
Updated: October 27, 2020, 10:48 AM IST
મહેશ-નરેશ 'રામ લક્ષ્મણ'ની જેમ સાથે રહ્યા,નિધન પણ સાથે થયું, કમાલનો પ્રેમ : હિતેન કુમાર
25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે.

25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે.

  • Share this:
25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયું છે. યુ. એન. મહેતા હૉસ્પિટલમાં તેમને કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. માત્ર 48 કલાકમાં ‘મહેશ-નરેશ’ બંધુની બેલડી ખંડિત થતા ગુજરાતી સિનેમા સાથે આ રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. નોંધનીય છે કે, રવિવારે, 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. 1943માં મહેસાણાના કનોડા ગામે નરેશ કનોડિયાનો જન્મ થયો હતો.

હિતેન કુમારે દુખ વ્યક્ત કર્યું

આ અંગે ગુજરાતી ફિલ્મનાં અભિનેતા હિતેન કુમારે જણાવ્યું કે, આ ક્ષણ ઘણી આઘાતની છે સાથે આશ્ચર્યની પણ છે કે, આખી જિંદગી જેણે રામ લક્ષ્મણની જોડી તરીકે કામ કર્ચું, સંઘર્ષના દિવસોથી આ બંન્ને ભાઇઓ સાથેને સાથે રહ્યાં. મહેશભાઇના નિધન બાદ નરેશભાઇનાં નિધનનાં સમાચાર મળે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે, કમાલનો પ્રેમ છે. ગુજરાતનાં સૌથી મોટા એન્ટરટેઇનર આપણે આમને કહી શકીએ. આપણે બે મોટા નામો ખોયા છે, આ વર્ષ 2020નાં મળેલા સૌથી દુખદ સમાચાર છે આ. હું આ પરિવારને ઘણી અંગત રીતે જાણુ છું, માત્ર 48 કલાકમાં ઘરના બે મોભીને ખોયા છે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે એવી જ પ્રાર્થના છે.

ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, બે દિવસ પહેલા જ મોટાભાઇનું થયુ હતુ અવસાનકિર્તીદાન ગઢવીએ વ્યક્ત કરી દુખદ લાગણીગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ આ અંગે દુખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું તેમની ફિલ્મો ઘણો જ જોતો, નરેશ કનોડિયા પોતાની કલાથી ગુજરાતી સિનેમાને ઊંચાઇ પર લઇ ગયા હતા. તેમના જવાથી ગુજરાતી ચિત્રપટ અને સંગીતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી ફિલ્મ જગતમાં બંન્ને ભાઇઓએ જે યોગદાન આપ્યું છે તે અન્ય કોઇ નહીં આપી શકે.

નીતિન પટેલની પ્રતિક્રિયા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, બંન્ને ભાઇઓ ગીત સંગીત અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગોમાં ખૂબ જ ઉંચા સ્થાને પહોંચેલા હતા. આ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે આ બંન્ને ભાઇઓ હૃદયથી જોડાયેલા હતા.બંન્ને્ ભાઇઓ જેમ રામ લક્ષ્મણની જોડી હોય તેમ હંમેશા સાથેને સાથે દરેક સામાજિક કાર્યમા, પ્રજાકિય કામમાં કે ફિલ્મ જગતનાં કામમા સતત કાર્યરત રહેતા હતા. જ્યારે પણ નરેશભાઇ કોઇ પ્રચાર સભામાં હાજર રહેવાના હોય તો ત્યાં તેમને જોવા , સાંભલવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. તેવી લોકપ્રિય જોડી તેમની હતી.
Published by: Kaushal Pancholi
First published: October 27, 2020, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading