એક્સિસ-માય ઇન્ડિયા સર્વે: યૂપીમાં ખીલશે કમળ, ભાજપને મળશે બમ્પર બેઠકો

Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 11:55 AM IST
એક્સિસ-માય ઇન્ડિયા સર્વે: યૂપીમાં ખીલશે કમળ, ભાજપને મળશે બમ્પર બેઠકો
સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય સંકટનો સીધો ફાયદો ભાજપને મળવાના સંકેત છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કમળ ખીલશે તેમજ ભાજપને બમ્પર બેઠકો પર જી મળવાની સંભાવના જોવાઇ રહી છે. એક્સિસ અને માય ઇન્ડિયાના તાજા સર્વેમાં આ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વે અનુસાર યૂપી ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. રાજ્યની 403 બેઠકો પૈકી 206થી 216 બેઠકો મળવાની સંભાવના જોવાઇ રહી છે.

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય સંકટનો સીધો ફાયદો ભાજપને મળવાના સંકેત છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કમળ ખીલશે તેમજ ભાજપને બમ્પર બેઠકો પર જી મળવાની સંભાવના જોવાઇ રહી છે. એક્સિસ અને માય ઇન્ડિયાના તાજા સર્વેમાં આ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વે અનુસાર યૂપી ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. રાજ્યની 403 બેઠકો પૈકી 206થી 216 બેઠકો મળવાની સંભાવના જોવાઇ રહી છે.

  • Pradesh18
  • Last Updated: January 5, 2017, 11:55 AM IST
  • Share this:
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય સંકટનો સીધો ફાયદો ભાજપને મળવાના સંકેત છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કમળ ખીલશે તેમજ ભાજપને બમ્પર બેઠકો પર જી મળવાની સંભાવના જોવાઇ રહી છે. એક્સિસ અને માય ઇન્ડિયાના તાજા સર્વેમાં આ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વે અનુસાર યૂપી ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. રાજ્યની 403 બેઠકો પૈકી 206થી 216 બેઠકો મળવાની સંભાવના જોવાઇ રહી છે.

સપાએ મારી પગ પર કુહાડી

સત્તાધીશ સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક કલેહને લીધે સમાજવાદી પાર્ટીના પાટીયા બેસી જાય તો નવાઇ નહીં. પાર્ટીનો આંતરિક ડખો પાર્ટી માટે પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જે એમ છે. સર્વે અનુસાર સપાની હાલની સ્થિતિ જોતાં 92-97 બેઠકો સાથે બીજા નંબરે રહેવાની સંભાવના છે. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટી ત્રીજા સ્થાને જાય તો નવાઇ નહીં. બીએસપી 79-85 બેઠકો પર જીતે એવું અનુમાન છે. સર્વે અનુસાર કોંગ્રેસને 5-6 બેઠકો જ મળે એવી સંભાવના છે. આ સર્વેના આંકડા પર વિચાર કરીએ તો ભાજપનું પલ્લુ ભારે દેખાઇ રહ્યું છે અને સત્તા હાંસલ કરે એમ છે.

સીએમ તરીકે અખિલેશ ટોપ પર

યૂપીના હવેના મુખ્યમંત્રી કોણ? તો આ સર્વેમાં 33 ટકા લોકોએ અખિલેશને પોતાની પસંદગી આપી છે. જ્યારે બીજા સ્થાને માયાવતી છે. માયાવતીને 25 ટકા મત મળ્યા છે. જોકે સર્વેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં માયાવતી ટોપ પર છે. 48 ટકા લોકોએ આ મામલે માયાવતીને પહેલી પસંદગી આપી છે. તો 28 ટકા લોકોએ અખિલેશની તરફેણ કરી છે. ભાજપના નેતા રાજનાથસિંહને 20 ટકા લોકોએ હવેના મુખ્યમંત્રી તરીકે પસંદગી આપી છે. જોકે અહીં નોંધનિય છે કે, ભાજપ તરફથી હજુ સુધી મુખ્યમંત્રી પદના કોઇ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

કેવી રીતે કરાયો સર્વે?12 ડિસેમ્બર 24 ડિસેમ્બર વચ્ચે કરાયેલા આ સર્વેમાં યૂપીની 403 બેઠક વિસ્તારમાં 35 બેઠક રેન્ડમલી પસંદ કરવામાં આવી, જેમાં 8480 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. સેમ્પલ આધારે એક્સિસ માય ઇન્ડિયા દ્વારા ઓપિનિયન પોલ તૈયાર કરાયો હતો.

સાત તબક્કામાં થશે મતદાન

અહીં નોંધનિય છે કે, ચૂંટણી પંચ દ્વારા 5 રાજ્યોમાં ચૂંટણીનું એલાન કરાયું છે. યૂપીમાં કુલ 7 તબક્કામાં ચૂંટણી થવાની છે. 11 ફેબ્રુઆરીએ 73 બેઠકો માટે, 15 ફેબ્રુઆરીએ 67 બેઠકો માટે, 19 ફેબ્રુઆરીએ 69 બેઠકો માટે, 23 ફેબ્રુઆરીએ 53 બેઠકો માટે, 27 ફેબ્રુઆરીએ 52 બેઠકો માટે, 4 માર્ચે 49 બેઠકો માટે અને છેલ્લા તબક્કામાં 8 માર્ચે 40 બેઠકો માટે મતદાન થશે અને 11 માર્ચે મત ગણતરી હાથ ધરાશે.
First published: January 5, 2017, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading