Home /News /madhya-gujarat /

વોશિંગ્ટનમાં મળી શકે છે મોદી અને શરીફ : સરતાજ અઝીઝ

વોશિંગ્ટનમાં મળી શકે છે મોદી અને શરીફ : સરતાજ અઝીઝ

#પાકિસ્તાનના વડાપ્રધાનના એક મુખ્ય સહયોગીએ કહ્યું કે, નવાજ શરીફ આ મહિનાના અંતમાં અહીં પરમાણું સુરક્ષા સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી શકે છે.

#પાકિસ્તાનના વડાપ્રધાનના એક મુખ્ય સહયોગીએ કહ્યું કે, નવાજ શરીફ આ મહિનાના અંતમાં અહીં પરમાણું સુરક્ષા સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી શકે છે.

  • Pradesh18
  • Last Updated :
વોશિંગ્ટન #પાકિસ્તાનના વડાપ્રધાનના એક મુખ્ય સહયોગીએ કહ્યું કે, નવાજ શરીફ આ મહિનાના અંતમાં અહીં પરમાણું સુરક્ષા સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી શકે છે.

શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે કહ્યું કે, બંને વચ્ચે બેઠક થવાની સંભાવના છે. અઝીઝે કહ્યું કે, જ્યારે બંને વોશિંગ્ટન ડીસીમાં હશે ત્યારે સંભાવના છે કે બેઠક થાય અને વાતચીત પણ થાય. એમની વચ્ચે કોઇ સત્તાવાર વાતચીત થાય છે કે નહીં એ કહી ન શકાય પરંતુ બેઠક થવાની સંભાવના છે.

મુખ્ય પાકિસ્તાની રાજનીતિજ્ઞ અઝીઝ છઠ્ઠા અમેરિકી પાકિસ્તાની રાજકીય બેઠકને લઇને હાલ અહીં છે. તેમણે અમેરિકી વિદેશી મંત્રી જ્હોન કેરી સાથે બેઠક કરી હતી. અઝીઝે કહ્યું કે, શરીફ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના આમંત્રણને પગલે પરમાણું સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન આવી રહ્યા છે.

મોદીને પણ 31 માર્ચ-1લી એપ્રિલ વચ્ચે થનારા આ સંમેલન માટે નિમંત્રણ આપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે કોઇ જાહેરાત થઇ નથી.
First published:

Tags: અમેરિકા, નરેન્દ્ર મોદી, નવાજ શરીફ, પરમાણું સુરક્ષા સંમેલન, પાકિસ્તાન, બરાક ઓબામા, ભારત, વડાપ્રધાન, સરતાજ અજીજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन