Home /News /madhya-gujarat /

સુરત જેલમાં બંધ નારાયણ સાંઈએ જામીન મેળવવા માટે કરી કરતૂત, પર્દાફાસ થતાં પોલીસે ગુનો નોંધ્યો

સુરત જેલમાં બંધ નારાયણ સાંઈએ જામીન મેળવવા માટે કરી કરતૂત, પર્દાફાસ થતાં પોલીસે ગુનો નોંધ્યો

સુરત જેલમાં બંધ નારાયણ સાંઈ જામીન મેળવવા માટે જાણે કે ધમપછાડ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

જામીન મેળવવા માટે નારાયણ સાંઈએ માતાની સારવારનું બનાવટી સર્ટીફીકેટ (Fake certificate) કોર્ટમાં રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)નાં ધ્યાનમાં આ બાબત આવતા તેની તપાસના હુકમ કરવામાં આવ્યાં હતા અને ત્યારબાદ નારાયણ સાંઈ સામે સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station)માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
સુરત જેલ (Surat Jail)માં બંધ નારાયણ સાંઈ (Narayan Sai)ની મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન મેળવવા માટે નારાયણ સાંઈએ માતાની સારવારનું બનાવટી સર્ટીફીકેટ (Fake certificate) કોર્ટમાં રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)નાં ધ્યાનમાં આ બાબત આવતા તેની તપાસના હુકમ કરવામાં આવ્યાં હતા અને ત્યારબાદ નારાયણ સાંઈ સામે સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station)માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરત જેલમાં બંધ નારાયણ સાંઈ જામીન મેળવવા માટે જાણે કે ધમપછાડ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જામીન મેળવવા માટે નારાયણ સાંઈએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના માટે ડોક્ટરના લેટરપેડ પર તેની માતાએ હોસ્પિટલમાં સારવાર કરાવેલ હોવાનું ડોક્ટરનું સર્ટીફીકેટ ખોટી રીતે બનાવી જામીન મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. જે સર્ટિફિકેટ ખોટું હોવાનું હાઈકોર્ટના ધ્યાનમાં આવતા કોર્ટે ભરૂચ એસ.પી. મારફતે તપાસ કરવાનો હુકમ કર્યો હતો. જેમની તપાસમાં આ સર્ટીફીકેટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સુધારા વધારા કર્યા હોવાનો રિપોર્ટ ભરૂચ એસ.પી. કરતા હાઇકોર્ટે આ અંગે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો હતો. જેના આધારે હાઇકોર્ટના ડેપ્યુટી રજીસ્ટરે ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો- Bharti Scam: સરકારી ભરતી કૌંભડ કેસ, અમદાવાદથી વધુ એક ઝડપાયો, નકલી લેટર, કાર કબ્જે

જો કે મહત્વની બાબત તો એ છે કે નારાયણ સાંઈ છેલ્લા કેટલાક વર્ષથી સુરત જેલમાં બંધ છે. અને જામીન મેળવવા માટે તેણે આ પ્રકારની હરકત કરી છે. જો કે તેની કરતૂતોનો પર્દાફાશ થઈ જતા હવે તેની સામે વધું એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedaabad News, Gujarat hight court, આસારામ કેસ, નારાયણ સાંઇ

આગામી સમાચાર