નારણપુરામાં ભાજપના બ્રિંદા સુરતી બિનહરીફ ચૂંટાયા, કોંગ્રેસના ચંદ્રિકા બેને ફોર્મ પાછુ ખેચ્યું

નારણપુરામાં ભાજપના બ્રિંદા સુરતી બિનહરીફ ચૂંટાયા, કોંગ્રેસના ચંદ્રિકા બેને ફોર્મ પાછુ ખેચ્યું
નારણપુરામાં ભાજપના બ્રિંદા સુરતી બિનહરીફ ચૂંટાયા, કોંગ્રેસના ચંદ્રિકા બેને ફોર્મ પાછુ ખેચ્યું

બ્રિંદા સુરતી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના પહેલા વિજેતા ઉમેદવાર જાહેર થયા

 • Share this:
  અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે નારણપુરા વોર્ડમાં બક્ષીપંચની રિઝર્વ બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા બેન રાવલે ફોર્મ પાછુ ખેંચતા ભાજપના ઉમેદવાર બ્રિંદા સુરતી બિનહરીફ જાહેર થયા છે. . આમ બ્રિંદા સુરતી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના પહેલા વિજેતા ઉમેદવાર જાહેર થયા છે.

  આ પહેલા સોમવારે નારણપુરાની રિઝર્વ સીટ પરથી આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. અમદાવાદમાં અત્યાર સુધી આવેલી માહિતી પ્રમાણે 607 ફોર્મ ફાઈનલ થયા છે. 317 ફોર્મ પાછા ખેંચાયા છે. જ્યારે 907 ફોર્મ અમાન્ય થયા છે.  આ પણ વાંચો - અમદાવાદ : બીમાર પત્નીનો સાથ આપવાને બદલે આપ્યો ત્રાસ, પત્નીએ કરી લીધી આત્મહત્યા

  નારણપુરા વોર્ડની બક્ષીપંચની રિઝર્વ બેઠક પર ભાજપે બિન્દા સુરતીને ટિકિટ આપી હતી. કોંગ્રેસે ચંદ્રિકા રાવલને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ પુષ્પાબેન નામના મહિલાને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવલે ફોર્મ પરત ખેચતા ભાજપના બિન્દા સુરતી બિનહરીફ વિજેતા થયા છે. નારણપુરા વોર્ડમાં હવે 3 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.
  Published by:Ashish Goyal
  First published:February 09, 2021, 19:37 pm

  ટૉપ ન્યૂઝ