રાજીવ શુક્લાના વિમાનને લેન્ડિંગની મંજૂરી ન મળતા રાઠવાને મળ્યું જીવતદાન?

News18 Gujarati
Updated: March 12, 2018, 4:34 PM IST
રાજીવ શુક્લાના વિમાનને લેન્ડિંગની મંજૂરી ન મળતા રાઠવાને મળ્યું જીવતદાન?
નારણ રાઠવા (ડાબે)

  • Share this:
સોમવારે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ માટે સૌથી પહેલા ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ફોર્મ ભરી દીધું હતું. બાદમાં કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકે પણ વિવાદ વચ્ચે ફોર્મ ભરી દીધું હતું. આ દરમિયાન કોંગ્રેસના બીજા ઉમેદવારના ફોર્મને લઇને સસ્પેન્સ સર્જાયું હતું. મીડિયામાં અહેવાલ વહેતા થયા કે રાઠવા જરૂરી દસ્તાવેજ ન હોવાને કારણે ફોર્મ ભરી શકશે નહીં. આથી કોંગ્રેસમાંથી રાજીવ શુક્લા ઉમેદવારી કરશે. આ માટે તેઓ દિલ્હીથી એક ચાર્ટર્ડ પ્લેન લઈને અમદાવાદ આવવા રવાના થયા હતા.

વિમાનને ઉતરવાની ન મળી મંજૂરી

રિપોર્ટ પ્રમાણે રાજીવ શુક્લાના ચાર્ટર્ડ વિમાનને અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી. રાજ્યસભાના ફોર્મ માટે હાઈ કમાન્ડ તરફથી રાજીવ શુક્લાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પરંતુ વિમાનને ઉતરવાની મંજૂરી ન મળતા અંતિમ ઘડીએ પ્લાન બદલાયો હતો અને નારણ રાઠવાએ જ ફોર્મ ભર્યું હતું. આમ અંતિમ સમયે બાજી પલટાઈ જતા નારણ રાઠવાને જીવતદાન મળ્યું હતું.

આખો ઘટનાક્રમઃ

11મી માર્ચઃ રાતે 9-30 કલાકે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા.
12મી માર્ચઃ સવારે 10 કલાકે, અમીબેન યાજ્ઞિકના નામ સામે સોનલ પટેલે વિરોધ નોંધાવતા રાજીનામું આપ્યું. તેમણે પાયાના કાર્યકર્તાઓની અવગણ કરવાનો આરોપ લગાવ્યો.બપોરે 12:21 કલાકેઃ નારણ રાઠવા ફોર્મ નહીં ભરે તેવી કોંગ્રેસમાંથી અકટળો ચાલુ થઈ.
બપોરે 12:42 કલાકેઃ રાઠવાની જગ્યાએ રાજીવ શુક્લાની ઉમેદવારોની અટકળો વહેતી થઈ.
બપોરે 1-00 કલાકેઃ રાઠવાના દસ્તાવેજો તૈયાર ન હોવાની અટકળો વહેતી થઈ.
બપોરે 1-00 કલાકેઃ અમદાવાદ એરપોર્ટ પર રન વે બંધ હોવાની વાત સામે આવી. ખાસ પ્લેનથી રાજીવ શુક્લા અમદાવાદ આવવા નીકળ્યા હોવાના અહેવાલ વહેતા થયા.
બપોરે 1:15 કલાકેઃ કોંગ્રેસના અમીબેને વિરોધ વચ્ચે ફોર્મ ભર્યું.
બપોરે 1:40 કલાકેઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું રાઠવા જ ભરશે ફોર્મ, શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું ક નો ડ્યુ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.
બપોરે 2-00 કલાકેઃ રાજીવ શુક્લ ફોર્મ નહીં ભરી શકે તો રાઠવા જ ફોર્મ ભરશે તેવી અટકળો વહેતી થઈ.
બપોરે 2-35 કલાકેઃ કોંગ્રેસના નારણ રાઠવાએ રાજ્ય સભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું.
બપોરે 2-40: રાઠવાએ ફોર્મ ભરતા ભાજપ તરફથી ત્રીજા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ભાજપ તરફથી કિરિટસિંહ રાણાએ ભર્યું ફોર્મ.
બપોરે 2-48: કોંગ્રેસના પી કે વાલેરાએ અપક્ષ તરીકે ભર્યું ફોર્મ.
First published: March 12, 2018, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading