'તમારા ઘરમાં દુખ, દોષ છે' - વિધિ કરાવવાના બહાને 'કિન્નરો'એ કર્યું એવું કર્મ કે...

'તમારા ઘરમાં દુખ, દોષ છે' - વિધિ કરાવવાના બહાને 'કિન્નરો'એ કર્યું એવું કર્મ કે...
પ્રતિકાત્મક તસવીર

પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી ગયા - પાણીમાં કંકુ, ચોખા નાખી રોકડા માંગ્યા....

  • Share this:
અમદાવાદઃ સામાન્ય રીતે પાવૈયા કે જેને લોકો કિન્નર કે માસીબા તીકે પણ ઓળખે છે તેઓ સારા પ્રસંગમાં યજમાનવૃત્તિ કરવા આવતા હોય છે. પણ શહેરના એક પોશ વિસ્તારમાં એવી ઘટના બની જેનાથી લોકોએ ચેતવાની જરૂર છે. એક મકાનની સામેના મકાનમાં પાવૈયાઓ આવ્યા હતા પણ મકાન બંધ હોવાથી ખુલ્લા મકાનના માલિકને ચા પાણી પીવાની ઇચ્છા દર્શાવી હતી. મકાન માલિકે ચા પાણી પીવડાવ્યા તો પાવૈયાઓએ ઘરમાં દુખ દર્દ છે જેથી વિધી કરવી પડશે તેવું કહેતા મકાન માલિક તૈયાર થઈ ગયા હતા. પણ પાવૈયાઓએ માંગેલી રકમ ન હોવાથી પાવૈયાઓ દાગીના જ લૂંટીને ફરાર થઇ ગયા હતા.

થલતેજમાં આવેલા આરોહી એપાર્ટમેન્ટમાં રહેતા આરતી પાબારી ખાનગી નોકરી કરે છે. ગુરૂવારના રોજ તેઓ નોકરીએથી ઘરે આવ્યા ત્યારે તેમની સામેના ઘરની બહાર બે પાવૈયાઓ ઉભા હતા. ઘર બંધ હોવાથી તેઓએ આરતીબહેનને પાણી પીવડાવવાનું કહ્યું હતું. જેથી આરતીબેનના પિતાએ પાવૈયાઓને ઘરમાં બેસાડ્યા અને ચા પાણી કરાવ્યા હતા. બાદમાં પાવૈયાઓએ આરતીબેનના પિતા કિરીટભાઇને કહ્યું કે ઘરમાં દુખ, દર્દ છે જેથી વિધી કરાવવી પડશે. આટલું કહેતા જ કિરીટભાઇએ વિધી માટે હા પાડી દીધી હતી. બાદમાં પાવૈયાઓએ પાણી મંગાવી તેમાં કંકુ, ચોખા, મીઠું મરચું નાખી વિધી કરી હતી. બાદમાં પરિવારમાં કોણ કોણ છે તે બાબતે પૂછપરછ કરી 11 હજાર રૂપિયા પૂજામાં મૂકવા કહ્યું હતું.પણ રોકડા ન હોવાથી પાવૈયાઓએ ચાર દાગીના મૂકવાનું કહેતા આરતીબહેને ચાર દાગીના મૂક્યા હતા. બાદમાં શુધ્ધીકરણ કરવાના બહાને કાળા કપડામાં આ દાગીના મૂકીને આવીએ છીએ, જમવાનું રાખજો તેમ કહી આ પાવૈયાઓ ત્યાંથી જતા રહ્યા હતા. પણ એકાદ કલાક સુધી પરત ન આવતા આખરે આરતીબહેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:News18 Gujarati
First published:January 10, 2020, 19:09 pm