NamasteTrump : ટ્રમ્પે મોટેરામાં કહ્યું, 'આતંકવાદ ડામવા ભારત-અમેરિકા સાથે મળી કામ કરશે'

NamasteTrump : ટ્રમ્પે મોટેરામાં કહ્યું, 'આતંકવાદ ડામવા ભારત-અમેરિકા સાથે મળી કામ કરશે'
ટ્રમ્પ દંપતી, પીએમ મોદી.

મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતમાં દર 12 મિનિટે એક વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી રહી છે.

 • Share this:
  અમદાવાદ : મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના મહામાનવ ડોનાલ્ડ ટ્રમ્પે 'નમસ્તે'થી ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કર્યા હતા. તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે 'લોકશાહીમાં આવી મોટી જીત બીજા કોઈ નેતાને નથી મળી. ટ્રમ્પે પોતાના ભાષણમાં સ્વામી વિવેકાનંદથી લઈ સચિન તેંડુલકર અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી લઈ અને વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે 'ભારતમાં દર 12 મિનિટે એક વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે 'મને ખુશી છે કે અમે આવતીકાલે ભારત સાથે 3 બિલિયન ડૉલરની મિલિટ્રી ડીલ કરી રહ્યા છે. ટ્રમ્પે મુસ્લિમ આતંકવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે 'અમેરીકા આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત સાથે છે. પાકિસ્તાન સાથે આતંકવાદની લડાઈમાં ભારત સાથે મળીને કામ કરીશું'

  બોલિવૂડ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં બોલિવૂડ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિ અને ભાંગરા નૃત્યનો પણ ઉલ્લેખ કર્યો.  ગરીબી : અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, 'લોકો મોદીના નેતૃત્વ હેઠળ ગરીબીમાંથી બહાર આવ્યા છે, લોકો મોટાભાગના ઘરોમાં ભોજન રાંધે છે. તેમના નેતૃત્વમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

  મોદીનો ભવ્ય વિજય : ટ્રમ્પે કહ્યું, "આજે પીએમ મોદી ભારતના સૌથી અગ્રણી નેતા છે, ગયા વર્ષે 60 કરોડથી વધુ લોકોએ પીએમ મોદીને મત આપ્યો હતો અને ચૂંટણીનો સૌથી મોટો વિજય નોંધ્યો હતો."

  આતંકવાદ : અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા દેશો ઇસ્લામિક આતંકવાદનો ભોગ બન્યા છે, જેની સામે આપણે લડ્યા છે. યુ.એસ.એ તેની કાર્યવાહીમાં આઈએસઆઈએસનો અંત અને અલ-બગદાદીનો અંત કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે આતંક સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ, અમેરિકાએ પણ પાકિસ્તાન ઉપર દબાણ કર્યુ છે. પાકિસ્તાને આતંકવાદ સામે કાર્યવાહી કરવી પડશે, દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.

  ભારત-અમેરિકા સમાનતા : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત આજે તેના લોકોમાં વિશ્વાસ કરે છે, જે અમેરિકા અને ભારતને સમાન બનાવે છે. અમેરિકા અને ભારતમાં ઘણી સમાનતાઓ છે, જેમાં દરેક વ્યક્તિ સમાન ગણવામાં આવે છે. આ સમય દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિએ સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો.

  ભારતની યોજનાનો વખાણ : ડોનાલ્ડ ટ્રમ્પે આ ભાષણમાં દરમિયાન મોદી સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો જેમ કે ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે, જે આ સદીની સૌથી મોટી બાબત છે. તમે શાંતિપૂર્ણ દેશ બનીને આ પ્રાપ્ત કર્યું છે.

  ભારતને ખતરનાક મિસાઇલ આપીશું : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવતીકાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરીશ, જેમાં અમે ઘણા સોદા પર વાત કરીશું. ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, અમે ટૂંક સમયમાં ભારતને સૌથી ખતરનાક મિસાઇલો અને શસ્ત્રો આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ભારત મળીને આતંકવાદ સામેની લડત લડશે, અમેરિકા ઇસ્લામિક આતંકવાદ સામેની લડત લડી રહ્યું છે.

  પીએમ મોદીનું અભિવાદન : ટ્રમ્પના ભાષણ પછી વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું હતું કે, ભારત-અમેરિકાની મિત્રતા વિશ્વાસના કારણે વધી છે. આ ઉપરાંત અહીં વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધીઓ પણ ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતે 1500 જૂના કાયદા ખતમ કર્યા. ત્રણ તલાક પર નવો કાયદો પણ બનાવ્યો. ભારતમાં થશે ડિજીટલ ઈકોનોમીનો વિસ્તાર, અમેરિકા માટે રોકાણનો અવસર.

  એક એક લાઇનમાં ટ્ર્મ્પનું ભાષણ
  • ભારતમાં હંમેશા જ્ઞાનનો ભંડાર રહ્યો છે
  • દીકરી ઈવાન્કાની ભારત મુલાકાતને યાદ કરી ટ્રમ્પે દીકરીનો પણ આભાર માન્યો

  • માત્ર પુસ્તકોમાં જ નહીં પરંતુ લોકોમાં પણ ભારત ધબકી રહ્યું છે

  • ભારત-અમેરિકાનું બજાર એક બીજા માટે જ છે

  • કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું

  • પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે

  • ભારતમાં મહિલા ઉદ્યોગીઓના ટ્રમ્પે વખાણ કર્યા

  • અંતરિક્ષ ક્ષેત્રે બંને દેશોના સંબંધો સારા થશે

  • રક્ષા સોદાને મજબૂત કરીશું, બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે

  • દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે

  • બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરશે

  • અમે અલબગદાદીનો ખાતમો કર્યો છે

  • કાલે દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશું

  • 3 મિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે

  • અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ.

  • અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છેઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે

  • બંને દેશોની અર્થવ્યવસ્થામાં ઉછાળો છે

  • ભારતની એકતા વિશ્વમાં પ્રેરણા દાયક છે

  • ટ્રમ્પે ગાંધીજીની દાંડીયાત્રાનો ઉલ્લેખ કર્યો

  • બોલિવૂડની ફિલ્મોમાં રચનાત્મકતા દેખાય છે

  • દેશભક્ત સરદાર પટેલની મૂર્તિ બનાવીને ભારતે ઈતિહાસ રચ્યો છે

  • રંગોના તહેવાર હોળી અને દીવાળીનો પણ ઉલ્લેખ કર્યો

  • અમેરિકામાં રહેતા ભારતીયો પણ ઘણું સારુ કામ કરી રહ્યા છે

  • હેલ્થી અને હેપ્પી અમેરિકા માટે ટ્રમ્પે જે કર્યું છે તેના સારા પરિણામો મળી રહ્યા છે.

  • હું 130 કરોડ ભારતવાસીઓ તરફથી ટ્રમ્પને આમંત્રિત કરું છું

  • વડાપ્રધાન મોદીને ટ્રમ્પે કહ્યું કે, તમે ગુજરાતનું ગૌરવ છો. તમે સાબિત કરી બતાવ્યું છે કે સખત મહેનત અને જુસ્સાથી ભારતીયો ધારે તે હાંસિલ કરી શકે છે

  • મોદીના નેતૃત્વમાં દરેક ઘરમાં વીજળી પહોંચી છે

  • ટ્રમ્પે બોલિવૂડ, ફિલ્મ DDLJ અને મહાન ક્રિકેટર સચીનને યાદ કર્યા

  • દુનિયાનો સૌથી મોટો મધ્યવર્ગ ધરાવતો દેશ મોદીના નેતૃત્વમાં આગામી 10 વર્ષમાં દેશમાંથી ગરીબી દૂર કરવામાં આવશે

  • મોટા ભાગના ઘરમાં ગેસ પર ખાવાનું બનાવાવમાં આવી રહ્યું છે

  • અહીં દર મિનિટ 12 લોકો ગરીબીમાંથી બહાર આવે છે.

  • ટ્રમ્પે નમસ્તેથી ભાષણની શરૂઆત કરી

  • ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમમાં આવીને ઘણો આનંદ થયો

  • વડાપ્રધાન મોદી મારા સાચ્ચા મિત્ર છે

  • દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે

  • અમેરિકા હંમેશા ભારતનું ખાસ મિત્ર રહેશે

  • મોદીનો દેશ ઘણું સારુ કામ કરી રહ્યો છે

  • દુનિયામાં ભારતને ઘણી સફળતા મળી છે


  Published by:Jay Mishra
  First published:February 24, 2020, 14:18 pm

  ટૉપ ન્યૂઝ