Namaste Trump : ટ્રમ્પના ભવ્ય રૉડ શૉ માટે ભીડ એકઠી કરવાની જવાબદારી પ્રદેશ ભાજપના શિરે


Updated: February 18, 2020, 3:28 PM IST
Namaste Trump : ટ્રમ્પના ભવ્ય રૉડ શૉ માટે ભીડ એકઠી કરવાની જવાબદારી પ્રદેશ ભાજપના શિરે
ન્યૂઝ18 ક્રિએટિવ.

સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ થવાનો છે તેમાં ભીડ એકઠી કરવાની જવાબદારી સરકારની જ્યારે રૉડ શૉ દરમિયાન સંખ્યા કરવાની જવાબદારી સંગઠનના શિરે છે.

  • Share this:
અમદાવાદ : જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે જેને લઈને સરકાર તો ઠીક પરંતુ સંગઠન પણ કામે લાગી ગયું છે. હાલમાં લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે પરંતુ પાર્ટી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે લગ્ન બાદમાં પાર્ટી પહેલા! ટ્રમ્પના આગમનને લઈને અમદાવાદ શહેર અને ખાનગી સંસ્થાઓને ભીડ ભેગી કરવા માટે જવાબદારી સોપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આગામી 24 તારીખે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે ત્યારે પાર્ટી દ્વારા કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે કે કોઇપણ હિસાબે સંખ્યા કરવાની જ છે. એક તરફ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો રૉડ શૉ પણ હીટ થાય તેને પણ પ્રાધાન્ય આપવું અને એટલે જ કાર્યકર્તાઓને ફરજીયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

આધારભૂત સૂત્રોની વાત માનીએ તો સમગ્ર કાર્યક્રમને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમ ખાતે જે કાર્યક્રમ થવાનો છે તેમાં ભીડ એકઠી કરવાની જવાબદારી સરકારની છે, તો 22 કિલોમીટર લાંબા રૉડ શૉ દરમિયાન સંખ્યા કરવાની જવાબદારી સંગઠનના શિરે છે.

સ્ટેડિયમની કેપેસીટી 1 લાખ 10 હજાર લોકોની છે. આવા સમયે સંખ્યા કરવી એ એક ચેલેન્જ સમાન હશે. જેથી સરકાર દ્વારા જે તે જીલ્લામાં સંખ્યા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.. અમદાવાદ શહેરને સૌથી વધારે એટલે કે 15 હજાર કાર્યકર્તાઓની સ્ટેડિયમ માટેની જવાબદારી સોપવામાં આવી છે. અમેરિકામાં સૌથી વધારે લોકો સાબરકાંઠા અને મહેસાણા જીલ્લાના છે. જેથી સરકાર અને સંગઠને પણ એ વિસ્તાર પર ફોકસ કર્યું છે.

આ બંને જીલ્લામાંથી સ્ટેડિયમ માટે દસ-દસ હજાર લોકોને ફરજીયાત હાજર રાખવા સૂચના આપી છે. કારણ કે ટ્રમ્પ અહી ચૂંટણી પ્રચાર માટે આવે છે, જેથી એ કાર્યક્રમની સીધી અસર એ મતદારો પર થઇ શકે. આ સિવાય યુવા મોરચાને રાજ્યભર માંથી 20 હજાર કાર્યકર્તાઓને હજાર રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

આ સિવાય રૉડ શૉ પણ 22 કિલોમીટર લાંબો છે. જેમાં પણ સંખ્યા દેખાડવી ખૂબ જરૂરી છે. કારણ કે ટ્રમ્પ સ્ટેડિયમ પહોંચે એ પહેલા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકો પહોંચી ચૂક્યા હશે. રૉડ શો દરમિયાન પણ સંખ્યા દેખાડવી ખૂબ આકરું બની રહેશે. જેથી રોડ શોની જવાબદારી સંગઠનને સોંપવામાં આવી છે. રૉડ શૉમાં પણ સૌથી વધારે અમદાવાદ શહેરને 25 હજાર કાર્યકર્તાઓ હાજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
First published: February 18, 2020
વધુ વાંચો
अगली ख़बर