Namaste Trump : ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ તરફથી શું ભેટ મળશે?


Updated: February 18, 2020, 4:02 PM IST
Namaste Trump : ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ તરફથી શું ભેટ મળશે?
ટ્રમ્પ દંપતીને ચરખા સહિતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે  ગાંધી આશ્રમ દ્વારા પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આશ્રમ તરફથી ટ્રમ્પને ત્રણ વસ્તુઓ ભેટ આપવામાં આવશે.

  • Share this:
અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ દંપતી વિશ્વમાં અહિંસા અને શાંતિનો સંદેશો આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગાંધી આશ્રમની મુલાકત લેવાના છે. 24 ફેબ્રુઆરીના રોજ 'નમસ્તે ટ્રમ્પ' કર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત કરાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે  ગાંધી આશ્રમ દ્વારા પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આશ્રમ ટ્રસ્ટ તરફથી ટ્રમ્પ દંપતીને ગાંધીજીના ચરખાની પ્રતિકૃતિ, મારું જીવન મારો સંદેશ પુસ્તક અને એક ગાંધીજીનું પોટ્રેટ ભેટ સ્વરૂપ આપવામાં આવશે.

આ પહેલા ચીન, જાપાન અને ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખોને આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજી સાથે જોડાયેલી જુદી જુદી વસ્તુઓ ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી.

આ મામલે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ગાંધીઆશ્રમના ટ્રસ્ટી અમૃત મોદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "ગાંધીજીએ તેમના જીવનમાં ચરખા પર વધારે ભાર મૂક્યો હતો. અહીંયા એક ચરખા ગેલેરી પણ બનાવમાં આવી છે. એટલે એક ચરખો આપવામાં આવશે. ગાંધીજીના જીવન પર આધારિત મારું જીવન એ જ મારો સંદેશ પુસ્તક પણ આપવામાં આવશે. વિજય શ્રીમાળી નામના કલાકાર પાસે તૈયાર કરવામાં આવેલ ગાંધીજીનું પોટ્રેટ પણ ટ્રમ્પ દંપતીને આપવામાં આવશે."
First published: February 18, 2020
વધુ વાંચો
अगली ख़बर