અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપરિત ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર છેલી ઘડીની તૈયારીઓમાં જોતરાઇ ગયુ છે. વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમમાં "નમેસ્ત ટ્રમ્પ " કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આગામી 24મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ થી સ્ટેડિયમ સુધી ટ્રમ્પ અને મોદી રોડ શો કરવાના છે. ત્યારે આ રોડ શો માટે મેડિકલ સારવારની વિશેષ વ્યવસ્થા ઉભી કરાઇ છે..
એએમસી હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું, કે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તથા રોડ શોમાં મોટી સંખ્યામાં વિવિધ વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી મેડિકલ સારવાર અંગે જરૂરી વ્યવસ્થા કરવાની જરૂરિયાત તથા આરોગ્ય લક્ષી સેવાઓ ઉભી કરવામાં આવશે. ગુજરાત સરકાર અને એએમસી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે અને રોડ શો તથા પાર્કિંગ વિસ્તારમાં મેડિકલ મોબાઇલ વાન , 108 ઇમરજન્સી વિભાગ દ્વારા એબ્યુલન્સ વાન મુકવાની વ્યવ્સથા કરાઇ છે.
વધુમાં ડો સોલંકીએ જણાવ્યુ હતું, કે એએમસી સંચાલિત હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ તથા આઇ સી યુ વિભાગમાં જરૂરી સાધનો અને સ્ટાફને હાજર રાખવા જાણ કરવામાં આવેલ છે. તથા અમુક પ્રાઇવેટ હોસ્પિટલ જરુરી વ્યવસ્થા ગોઠવવા જાણ કરેલ છે.
કાર્યક્રમના સ્થળની બહારની બાજુ
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એક 25 બેડ અને બીજી 10 બેડ એમ બે ઇમરજન્સી મેડકિલ સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જેમા ડિફ્રેબ્રિલેટર, વેન્ટીલેટનર, ઓક્સીજન સીલિન્ડર, મલ્ટીપેરા મોનિટર, ઇન્જેકટેબલ મેડિસીન, એક્ક્ષપર્ટ ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવશે.
કાર્યક્રમ સ્થળની અંદર બાજુ
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 12 મેડિકલ ટીમ, 7 મોબાઇલ મેડિકલ વાન, 108 ઇમરજન્સી વિભાગ દ્વારા 10 એમબ્યુલન્સ વાન તથા એપોલો હોસ્પિટલમાં 4 આઇસીયુ ઓન વીલ મુકવામાં આવેલ છે..
સ્ટેડિયમની અંદર ઓ આર એસ પેકેટનો પુરતો જથ્તો ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેથી કરી ડિ હાઇડ્રેશન કેસન તાત્કાલિક સારવાર આપી શકાશે
રોડ શો રુટમાં 27 મેડિકલ ટીમ, કાર્યક્રમની આસપાસ 108 ઇમરજન્સી વિભાગ દ્વારા 7 એબ્યુલન્સ વાન સ્ટેન્ડ બાય
પાર્કિગ વિસ્તારમાં 25 મેડિકલ ટીમ
ઇમરજન્સી ઉભી થાય તો સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલને સુચનાઓ અપાઇ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના અન્ય સમાચારો વાંચો
NAMASTE TRUMP: ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે, રોડ શોમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે
NAMASTE TRUMP: ગાંધી આશ્રમમાં ટ્રમ્પ અને મેલેનિયાને ખમણ-ઢોકળા સહિતની વાનગીઓ પીરસાશે
ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ટ્રમ્પ-મોદીનો રોડ શો 22 કિ.મી. સુધીનો જ હશે
નમસ્તે ટ્રમ્પ અને રોડ શોમાં આવનારા લાખો લોકોને ફૂડ પેકેટ અપાશે, જાણો શું હશે અંદર