નમસ્તે ટ્રમ્પ: 24 ફેબ્રુ.એ અમદાવાદ આ 9 રસ્તાઓ બંધ રહેશે! જાણો - અન્ય વૈકલ્પિક માર્ગ કયો રહેશે?

નમસ્તે ટ્રમ્પ: 24 ફેબ્રુ.એ અમદાવાદ આ 9 રસ્તાઓ બંધ રહેશે! જાણો - અન્ય વૈકલ્પિક માર્ગ કયો રહેશે?
પ્રતિબંધિત વિસ્તાર અને વૈકલ્પિક વિસ્તારની સમજૂતી મેપ દ્વારા

3013 જેટલા ટ્રાફિક અધિકારી અને કર્મચારીઓ સેવામાં તૈનાત રહેશે.

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપતિ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવવાના છે ત્યારે સુરક્ષાને લઈ સંપુર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. જોકે હાલ પણ ગાંધીના આશ્રમની મુલાકાતને લઈ સ્થિતી સાફ નથી પરંતુ પોલીસે
સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ કરી રહી છે.અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજે વધુ બે રસ્તાઓને ડાયવર્ઝન અપવાનું નક્કી કર્યું. મોટેરા સ્ટેડિયમને જોડતા 7 રસ્તાઓને અગાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. નવા જે બે રસ્તાઓને બંધ કરાયા છે તેમાં પાવર હાઉસ સર્કલથી
જનપથ ટીથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ,.પાવરહાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલ થી તપોવન સર્કલ સુધીનો માર્ગ પર પ્રતિબંધ તેની સામે પોલીસે વૈકલ્પિક રુટ જે ખોલ્યા છે તે પાવરહાઉસ સર્કલ ધર્મનગર
થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગો ઉપર અવરજવર કરી શકાશે અને ચીમનભાઈ બ્રીજ થઇ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ બલોલ નગર થઈ જીએસટી ઓવરબ્રિજ થઈ જગતપુરા થઈ એસજી હાઇવે તરફ અવર-જવર કરી
શકાશે.

પ્રતિબંધિત માર્ગ - વિસ્તાર
1 - પાવરહાઉસ સર્કલથી જનપથટીથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ
2 - પાવર હાઉસ સર્કલથી જનપથટીથી વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો માર્ગ
3 - જનપથટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા સુધીનો માર્ગ
4 - ન્યુ સી.જી. રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ
5 - કોટેશ્વર ટીથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો માર્ગ
6 - દેવર્ષ ફ્લેટથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ
7 - સરદાર પટેલ રીંગ રોડ ઉપરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ
8 - નોબલ ટીથી ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ
9 - શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગવૈકલ્પિક માર્ગ - વિસ્તાર
1 - પાવર હાઉસ સર્કલ ધરમનગર થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગો ઉપર અવર-જવર કરી શકાશે
2 - ચિમનભાઈ બ્રીજ થઈ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ બલોલ નગર થઈ જીએસટી ઓવરબ્રિજ થઈ જગતપુર થઈ એસજી હાઈવે તરફ અવર-જવર કરી શકેશે.
3 - ચિમનભાઈ બ્રિજ થઈ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ અખબારનગર સર્કલ થઈ ચાંદલોડિયા બ્રિજ થઈ ગોતા બ્રિજ નીચેના ભાગે તઈ એસજી હાઈવે તરફ અવર-જવર કરી શકાશે
4 - એપોલો સર્કલ થઈ તપોવન સર્કલથી વિસત ટીથી ઓએનજીસી ચાર રસ્તા થઈ જનપથ ટી સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે
5 - મોટેરા ટી થઈ રીંગ રોડ તરફ અવર-જવર કરી શકાશે
6 - નોબલ નગર તરફથી નાના ચિલોડા રીંગ રોડ તરફ તથા ગેલેક્ષી અંડરબ્રિજ તરફ અને નરોડા પાટીયા તરફ અવર-જવર કરી શકાશે
7 - શાહીબાગ ડફનાળાથી ઙેવર સર્કલ તરફ તથા શાહીબાગ અંડરબ્રિજ તરફ-અવર જવર કરી શકાશે

3013 ટ્રાફિક કર્મિ-અધિકારી રહેશે સેવામાં
નોંધનીય છે કે, ટ્રાફીક પોલીસના કુલ 4 ડીસીપી, 6 એસીપી, પી આઈ અને પીએસઆઈ-142, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ-2061 અને 800 ટીઆરબીના જવાનો આમ કુલ 3013 જેટલા અધિકારી અને કર્મચારીઓ તૈનાત રહેશે.જે વિધાર્થીઓની પરીક્ષા છે, તે લોકોને જવા દેવામાં આવશે

અમદાવાદ શહેરમાં 3 સેક્ટરમાં ટ્રાફીક બંદોબસ્ત વહેંચાયેલ છે અને સેક્ટર વાઈઝ ડીસીપી કક્ષાના અધિકારીઓને સુપરવિઝન સોંપવામાં આવેલ છે. ટ્રાફીકની કુલ 33 ક્રેઈન, વોકીટોકી-500 અને અન્ય 54 વાહનો કાર્યરત છે. ટ્રાફિક વિભાગના jcp જે.આર. મોથલીયાનું કેહવું છે કે, જે રસ્તાઓ પ્રતિબંધ છે અને જે લોકો ત્યાં રહે છે તે લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથો-સાથ જે વિધાર્થીઓની પરીક્ષા છે, તે લોકોને જવા દેવામાં આવશે.
First published:February 21, 2020, 20:40 pm