બિટકોઇન તોડકાંડ કેસ: HCએ કોટડિયાના કાયમી જામીન મંજૂર કર્યા

News18 Gujarati
Updated: May 3, 2019, 6:46 PM IST
બિટકોઇન તોડકાંડ કેસ: HCએ કોટડિયાના કાયમી જામીન મંજૂર કર્યા
નલિન કોટડિયા (ફાઈલ ફોટો)

કરોડો રૂપિયાના બિટકોઈન તોડકાંડ કેસમાં હાઇકોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના કાયમી જામીન મંજૂર કર્યા છે

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: કરોડો રૂપિયાના બિટકોઈન તોડકાંડ કેસમાં હાઇકોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના કાયમી જામીન મંજૂર કર્યા છે. સાથે જ નલિન કોટડિયા 1 વર્ષ માટે અમરેલીમાં પ્રવેશી શકશે નહીં. તેમજ બિટકોઇન પર કોઇ દાવો નહીં કરી શકે.

બહુચર્ચિત કરોડોના બિટકોઈન કેસમાં સીબીઆઈએ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ કરી હતી. ગુજરાત CID ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી બિટકોઇન કેસની કુલ ત્રણ ફરિયાદ પૈકી પહેલી ફરિયાદ નોંધાવનાર શૈલેષ ભટ્ટના આરોપ પ્રમાણે, અમરેલી પોલીસ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ મળી તેમનું ગાંધીનગરથી અપહરણ કરી 12 કરોડના બિટકોઇન પડાવી લીધા હતા. આ અંગે CIDએ કોટડીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી.

ક્રાઈમબ્રાંન્ચે મુંબઈના ધુલિયાથી નલિન કોટડિયાની ધરપકડ કરી હતી. ધરપકડ પહેલાં ઘણા લાંબા સમય સુધી બિટકોઈન કેસ મામલે નલિન કોટડિયા અને પોલીસ વચ્ચે સંતાકુકડી ચાલતી રહી હતી.

આ પણ વાંચો: જળસંકટને લઇને સરકાર એક્શનમાં : કલેક્ટરોને ટેન્કરથી પાણી પૂરું પાડવા આપ્યું માર્ગદર્શન

નલિન કોટડિયા બિટકોઈનમાં પતાવટની ભૂમિકામાં હતા. તેમના પર રૂ.66 લાખ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કહેવાય છે કે, કોટડિયા ફરિયાદીને ગૃહ મંત્રીને મળવા માટે લઈ ગયા હતા. ગૃહમંત્રીને મળાવવાને બદલે ફરિયાદીને પતાવટ માટે કહ્યું હતું. આ મામલે ક્રાઈમબ્રાંન્ચે મુંબઈના ધુલિયાથી નલિન કોટડિયાની ધરપકડ કરી હતી.
First published: May 3, 2019
વધુ વાંચો
अगली ख़बर