હાઇકોર્ટે ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, 29 એપ્રિલે થશે શક્તિ પરીક્ષણ

Haresh Suthar | Pradesh18
Updated: April 21, 2016, 5:35 PM IST
હાઇકોર્ટે ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, 29 એપ્રિલે થશે શક્તિ પરીક્ષણ
#નૈનીતાલ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને મોટી આંચકો આપતાં ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે 18મી માર્ચની સ્થિતિ યથાવત રાખવાના પણ આદેશ આપ્યા છે.

#નૈનીતાલ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને મોટી આંચકો આપતાં ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે 18મી માર્ચની સ્થિતિ યથાવત રાખવાના પણ આદેશ આપ્યા છે.

  • Pradesh18
  • Last Updated: April 21, 2016, 5:35 PM IST
  • Share this:
નવી દિલ્હી #નૈનીતાલ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને મોટી આંચકો આપતાં ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે 18મી માર્ચની સ્થિતિ યથાવત રાખવાના પણ આદેશ આપ્યા છે.

છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી રાજકીય અરાજકતા વચ્ચે આજે ઉત્તરાખંડ હાઇકોર્ટે ચુકાદો આપતાં મુખ્યમંત્રી રાવતને રાહત કરી છે. કોર્ટે મુખ્યમંત્રી રાવતને બહુમત સાબિત કરવા માટેની પણ તક આપી છે અને 29મી એપ્રિલે બહુમત સાબિત કરવાનો રહેશે.

ઉપરાંત બાગી ધારાસભ્યોની અરજી અંગે 23મીએ સુનાવણી હાથ ધરાશે. કોર્ટના આ આદેશને પગલે હરીશ રાવતના ઘરે વગર દિવાળીએ ઉજવણીનો માહોલ છે. હરીશ રાવતે ટ્વિટ કરી કહ્યું કે, છેવટે સત્યનો જ વિજય થયો છે. અમે કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ.
First published: April 21, 2016, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading