અમદાવાદ : નાગા બાવાના સ્વાંગમાં ફરતી ઠગ ટોળકીનો આતંક, સરનામું પૂછે તો દાગીના સાચવજો!


Updated: February 15, 2020, 8:01 AM IST
અમદાવાદ : નાગા બાવાના સ્વાંગમાં ફરતી ઠગ ટોળકીનો આતંક, સરનામું પૂછે તો દાગીના સાચવજો!
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં એક જ અઠવાડિયામાં દિગંબરના વેશમાં આવેલ ગઠિયો બે સ્થળો પર સોનાના દાગીના લઇ પલાયન થઇ ગયો

  • Share this:
અમદાવાદ :  શહેરમાં કેટલાક મહીના અગાઉ દિગંબરના વેશમાં આવતી ગેંગે લોકોને કેફી પદાર્થ સુંઘાડીને સોનાના દાગીના પડાવી લીધા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યાં હતાં. જોકે, હવે ફરીથી શહેરમાં દિગંબરના વેશમાં આવતા ગઠિયાનો આતંક જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ મોડસ ઓપરન્ડીથી ગુનાના બે બનાવો સામે આવ્યાં છે. જેમાં કારમાં ત્રણ શખ્સો આવીને કોઇપણ વ્યક્તિને સરનામું પૂછવાના બહાને વાતોમાં લઇને આ ગઠિયાઓ સોનાના દાગીના પડાવી લે છે.

તાજેતરમાં બનેલા બનાવની વિગત એવી છે કે અમદાવાદના  મણીનગરમાં રહેતા રાજેન્દ્રપ્રસાદ રાજોરાએ ફરિયાદ આપી છે કે તેઓ શુક્રવારે વહેલી સવારે કાંકરિયા ફ્રી પાર્કિંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં તે દરમિયાન ગ્રે મેટલી કલરની વેગેનાર કાર તેમની નજીક આવી હતી. જેમાં ડ્રાઇવર સીટની બાજુમાં દીગંબરનો વેશ ધારણ કરીને એક શખ્સ બેઠો હતો. જ્યારે પાછળની સીટમાં અન્ય એક શખ્સ બેઠો હતો.

બાવાએ કહ્યું, 'સોનાનું કડું બતાવો' અને ઠગાઈ થઈ

ફરિયાદીની પાસે કાર લાવીને ડ્રાઇવરએ તેમને કહ્યું હતું કે આ  પ્રખ્યાત સાધુબાવા છે. અહીંયા કોઇ નામચીન ધાર્મિક જગ્યા હોય તો બતાવો. જેથી ફરિયાદીએ તેમને પુનીત આશ્રમ તરફ જવાનો રસ્તો બતાવ્યો હતો. જોકે, આ દરમિયાન આ બાવાએ ફરિયાદીએ પહેરેલ દોઢ લાખની કિંમતનું સોનાનું કડું તેમને બતાવવા માટે કહ્યું હતું. ફરિયાદીએ જેવું સોનાનું કડું આ ગઠિયાને આપતા જ ડ્રાઇવરએ પુરપાટ ઝડપે ગાડી હાંકી દીધી હતી.

આ પણ વાંચો :  OMG : 20 વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી હતી, કાર એક્સીડેન્ટ બાદ પરત આવી

આરોપીએ બુમાબુમ કરીને કારચાલકનો પીછો કરીને નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર નંબર પ્લેટ વગરની હોવાનું જાણવા મળ્યું હતું. જો કે નવાઇની વાત તો એ છે કે તાજેતરમાં આવો જ એક બનાવ નરોડા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.નાગા બાવાના સ્વાંગમાં આવેલા ગઠિયાએ સરનામું પૂછ્યું અને ચેન ઝૂંટવી 

જેમાં નરોડામાં રહેતા કાળીદાસ બારોટે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, રવિવારે સવારે તેઓ સાડા સાતેક વાગ્યાની આસપાસ આદિશ્વર કેનાલથી શાલીન શાળા તરફ જવાના રોડ પર ચાલી રહ્યા હતા. તે દરમિયાન સફેદ કલરની કારમાં ત્રણ શખ્સો આવીને તેમની પાસે કાર ઉભી રાખી હતી. જેમાં ડ્રાઇવર સીટની બાજુમાં 20 થી 25 વર્ષની ઉંમરનો એક શખ્સ બેઠો હતો. જેણે શરીરે કોઇ કપડા પહેર્યા ન હતાં. આ શખ્સએ ફરિયાદીને પોતે સાધુ સંત હોવાની ઓળખ આપી હતી.  તેને નરોડા ગામ જવાનું હોવાનું કહીને સરનામું પૂછવા લાગ્યો હતો. ફરિયાદી જ્યારે સરનામું બતાવતા હતા તે દરમિયાન આ કપડા વગરનાં શખ્સે અચાનક જ ફરિયાદીના ગળામાં હાથ નાંખીને તેણે પહેરેલ દોઢ તોલાની ચેઇન તોડીને નવયુગ સ્કુલ તરફ ભાગી ગયા હતાં.આ બંન્ને ઘટનામાં આરોપીઓએ નંબરપ્લેટ વગરની કાર અને સવારના સમયનો જ ઉપયોગ કર્યો હોવાની એક જ ગેંગ હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી. ત્યારે હવે આ ગઠિયાઓ અન્ય કોઇ વ્યક્તિને શિકાર બનાવવામાં સફળ થાય છે કે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી જાય છે તે જોવું રહ્યું.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर