અમદાવાદમાં સગીરાની હત્યા કરનાર એકતરફી પ્રેમીની ધરપકડ, જાણો કઇ રીતે ખેલાયો ખૂની ખેલ

News18 Gujarati
Updated: September 26, 2019, 8:14 AM IST
અમદાવાદમાં સગીરાની હત્યા કરનાર એકતરફી પ્રેમીની ધરપકડ, જાણો કઇ રીતે ખેલાયો ખૂની ખેલ
નરેશ સોઢાએ ગળે અને પેટમાં ચાકુ મારીને સગીરાની ઘાતકી હત્યા કરી હતી.

અમુલ્ય કોમ્પ્લેકસમાં ત્રીજા માળે 310 નંબરની મહેમુદભાઈની ઓફીસમાં ઈશાની સાથે કામ કરતો યુવક નિલ દોશી ચા-નાસ્તો કરવા નીચે ગયો હતો.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદનાં (Ahmedabad) આંબાવાડી વિસ્તારમાં ગઇકાલે સગીરાની હત્યા (Minor Murder) કરનારા યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. 17 વર્ષની સગીરા આબાંવાડીની છડાવાડ પોલીસ ચોકી પાસેનાં અમુલ્ય કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટની (Gujarat High court Advocate) ઓફિસમાં 25મી સપ્ટેમ્બરનાં રોજ બપોરે ડેટા એનટ્રીનું કામ કરી રહી હતી. ત્યારે નરેશ સોઢા નામના યુવકે ગળે ચાકુ મારીને ઘાતકી હત્યા કરી હતી. આ યુવક બપોરે ઓફિસમાં આવે છે અને લોહીથી લથબથ હાથ અને બૂટ સાથે ઓફિસમાંથી બહાર નીકળે છે તે કેદ થઇ જતા પરિવારે હત્યારાને ઓળખી લીધો હતો.

એર હોસ્ટેસસનો કોર્ષ સાથે ડેટા એન્ટ્રીની નોકરી પણ કરતી હતી

મૃતક સગીરાનાં પિતા સંદીપભાઇ પરમાર નડિયાદની કર્મવીર સોસાયટીમાં રહેતાં પરિવાર સાથે રહેતાં અને ઘરડાઘરમાં કેરટેકર તરીકે ફરજ બજાવે છે. તેમને બે પુત્રીઓ છે. સંદીપભાઈનાં પત્ની નડીયાદની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જ્યારે 17 વર્ષની મોટી પુત્રી ઈશાની સીજી રોડ પર આવેલા ફ્રેન્કલીન ઈન્સ્ટીટયુટ ઓફ એર હોસ્ટેસીસ ટ્રેનિંગ કલાસમાં કોર્ષ કરતી હતી. આ સાથે તે છ માસથી અમુલ્ય કોમ્પ્લેકેસમાં આવેલા ફાઈનાન્સરની ઓફીસમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતી હતી.

કિશોરીનું આઈડી કાર્ડ પણ લોહીથી લથબથ હતું.


લોહીથી લથબથ હાથ સાથે હત્યારો સીસીટીવીમાં કેદ થયો

મળતી માહિતી પ્રમાણે ગઇકાલે બપોરે અમુલ્ય કોમ્પ્લેકસમાં ત્રીજા માળે 310 નંબરની મહેમુદભાઈની ઓફીસમાં ઈશાની સાથે કામ કરતો યુવક નિલ દોશી ચા-નાસ્તો કરવા નીચે ગયો હતો. ચા-નાસ્તો કરીને જ્યારે તે ઓફીસમાં આવ્યો ત્યારે ગળામાં અને પેટમાં ઘા મારેલી હાલતમાં લોહીથી લથબથ ઈશાનીનો મૃતદેહ તેને જોયો હતો. નિલે બનાવની જાણ કોમ્પ્લેક્સના લોકોને કરીને પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો હતો. બનાવને પગલે એલિસબ્રીજ પોલીસે સ્થળ પર પહોંતી તપાસ કરીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં બપોરે 2.34 કલાકે નરેશ સોઢા ઓફીસમાંથી બહાર નીકળીને નીચે જતો દેખાય છે.આ પણ વાંચો : છોટાઉદેપુર : ઘરકંકાસથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની-દીકરાને કૅનાલમાં ધકેલી દેતાં મોત

સગીરાની આ ઓફિસમાં હત્યા કરી.


મૃતકનાં માતાપિતાએ હત્યારાને થોડા દિવસ પહેલા જ ખખડાવ્યો હતો

આ હત્યાની જાણ થતા ઈશાનીના પિતા સંદીપભાઈ, માતા અને પરિવાર સભ્યો અમદાવાદ આવ્યાં હતાં. પોલીસ તપાસમાં એકતરફી પ્રેમમાં ઈશાનીની હત્યા કરનાર નરેશ સોઢા નડીયાદના જૂના બિલોદરા ગામે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે જણાવ્યું કે નરેશ અને ઈશાની બંને સાથે અભ્યાસ કરતા હતા. ઈશાનીના એકતરફી પ્રેમમાં પડેલા નરેશની હેરાનગતી વધી ગઈ હતી. એરહોસ્ટેસનો કોર્ષ શરૂ કરનાર ઈશાનીને નરેશએ રસ્તામાં રોકીને ધમકાવતો પણ હતો. તે ઇશાનીને કહેતો કે આવા કપડા ન પહેર, બીજા છોકરાઓ સાથે વાતો ન કર. આ બધી વાતો ઈશાનીએ માતા-પિતાને જણાવી હતી. જેથી થોડા દિવસ પહેલા જ સંદીપભાઇ અને પત્નીએ નરેશને ખખડાવ્યો હતો અને ફરીથી આવું ન કરવાનું કહ્યું હતું.
First published: September 26, 2019, 8:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading