'સાહેબ મારી માતા અને સાવકા પિતા મને માર મારે છે', સગીરાની પોલીસ ફરિયાદ

News18 Gujarati
Updated: September 28, 2019, 11:32 PM IST
'સાહેબ મારી માતા અને સાવકા પિતા મને માર મારે છે', સગીરાની પોલીસ ફરિયાદ
સગીરાની માતાએ છુટાછેડા બાદ બીજા લગ્ન કર્યા છે. ત્યારથી સગીરા તેની માતા અને સાવકા પિતા રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે

સગીરાની માતાએ છુટાછેડા બાદ બીજા લગ્ન કર્યા છે. ત્યારથી સગીરા તેની માતા અને સાવકા પિતા રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ: સમાજમાં માતા પિતાને ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન આપવામાં આવ્યુ છે. પરંતુ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી સગીરાએ પોતાની જ માતા અને સાવકા પિતા સામે શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે.

સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, થોડા સમય અગાઉ સગીરાની માતાના છુટાછેડા થયા હતા. અને ત્યારબાદ સગીરાની માતાએ બીજા લગ્ન કર્યા, અને તેઓ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતાં. જો કે ચારેક મહીના પહેલા સગીરાને એક યુવક સાથે પ્રેમ થઈ જતાં તેની સાથે તે ફરાર થઇ ગઇ હતી.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે સગીરાના પ્રેમી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ સગીરા ફરીથી તેની માતા અને સાવકા પિતા સાથે રહેવા લાગી હતી. જો કે સગીરાનો આરોપ છે કે તેના માતા અને સાવકા પિતા સતત તેને માનસિક ત્રાસ આપે છે અને માર પણ મારે છે.

એટલું જ નહીં તેને જે યુવક સાથે પ્રેમ છે તેના ઘરે જઇને તેને પણ ધમકી આપે છે કે તે સગીરાને પોતાની પાસે રાખે. અને તેમને પૈસા આપી દે. જોકે માતા અને સાવકા પિતાનો ત્રાસ વધી જતાં સગીરાએ તેના માતા પિતાની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસએ બંન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..જ્યારે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપેલ છે.
First published: September 28, 2019, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading