'મારો પતિ અન્ય સ્ત્રી સાથે વાત કરે છે,' મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

'મારો પતિ અન્ય સ્ત્રી સાથે વાત કરે છે,' મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

મહિલાનો આરોપ છે કે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે ફોન પર વાતો કરે છે. મહિલાએ આ અંગે વિરોધ કરતા તેનો પતિ બીભત્સ શબ્દો બોલીને માર મારે છે.

 • Share this:
  ઋત્વિજ સોની, અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ, સાસુ-સસરા અને નણંદ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન વર્ષ 2010માં સાણંદના એક યુવાન સાથે થયા હતા. મહિલાની ફરિયાદ પ્રમાણે લગ્ન બાદ માર્ચ 2018થી તેના પતિ અને સાસરિયાં પક્ષે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

  સાથે સાથે મહિલાનો આરોપ છે કે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે ફોન પર વાતો કરે છે. મહિલાએ આ અંગે વિરોધ કરતા તેનો પતિ બીભત્સ શબ્દો બોલીને માર મારે છે. મહિલા આ અંગે સાસુ અને સસરાને પણ વાત કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. મહિલાએ સાસુ-સસરા અને નણંદ તેના પતિને ઉશ્કેરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.  મહિલાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ તેને વારંવાર છૂટાછેડા આપી દેવાની તેમજ બીજા લગ્ન કરી લેવાની ધમકી આપતો હતો. 24મી જાન્યુઆરી 2019ના દિવસે પણ મહિલાના પતિએ તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદમાં મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અરજી લઈને તપાસ હાથ ધરી હતી. હવે મહિલાએ આ તમામ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો : 
  First published:September 12, 2019, 11:13 am