પરપ્રાંતિયો પર હુમલા, બિહારમાં રૂપાણી અને અલ્પેશ સામે ફરિયાદ દાખલ

News18 Gujarati
Updated: January 23, 2019, 7:47 AM IST
પરપ્રાંતિયો પર હુમલા, બિહારમાં રૂપાણી અને અલ્પેશ સામે ફરિયાદ દાખલ
બિહારના મુજફ્ફરપુરની એસડીજેએમ કોર્ટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો

બિહારના મુજફ્ફરપુરની એસડીજેએમ કોર્ટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો

  • Share this:
બિહારના મુજફ્ફરપુરની એસડીજેએમ કોર્ટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. બંને ઉપર ગુજરાતમાં રહેતા બિહારીઓ ઉપર અત્યાચારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

જાણકારી પ્રમાણે કોર્ટે આ મામલામાં જિલ્લાના કાંટી પોલીસ સ્ટેશનને કેસ નોધવા આદેશ કર્યો છે. મુજફ્ફરપુરના સબ ડિવિઝનલ જુડિશલ મેજિસ્ટ્રેટ સબા આલમે આ આદેશ સામાજિકા કાર્યકર્તા તમન્ના હાશમીની અરજી પર કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે કાંટી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153, 295 અને 504 પ્રમાણે કેસ કરવામાં આવે. જેમાં હિંસા ભડકાવવાનો, શાંતિ ભંગ કરવાનો અને અપમાનિત કરવાનો આરોપ છે.

આ પણ વાંચો - GDPની રેસમાં બિહાર સૌથી આગળ, ગુજરાત-આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો રહ્યા પાછળ

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતમાં એક બાળકી સાથે દુષ્કર્મ પછી બિહારના લોકો પર હુમલા શરુ થયા હતા. બિહારનો લોકોને ગુજરાત છોડવાની ધમકી અપાતી હતી, જેના કારણે ઘણા બિહારીઓ ગુજરાત છોડી ચાલ્યા ગયા હતા. આ દરમિયાન આરોપ લાગ્યો હતો કે અલ્પેશ ઠાકોરના સંગઠન સાથે જોડાયેલા લોકોએ બિહારીઓ સામે હિંસા કરી છે.
First published: January 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading